fbpx

7050mAh બેટરી અને DSLR જેવા કેમેરા સાથે Vivo S2 લોન્ચ, જાણો કિંમત

Spread the love

7050mAh બેટરી અને DSLR જેવા કેમેરા સાથે Vivo S2 લોન્ચ, જાણો કિંમત

જો તમે પણ નવો પ્રીમિયમ સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો બજારમાં એક નવો અને શાનદાર વિકલ્પ આવી ગયો છે! Vivoએ ભારતીય ટેક માર્કેટમાં  પોતાની S-સીરિઝની વાપસી કરાવી છે. કંપનીએ તેનો નવીનતમ અને શક્તિશાળી સ્માર્ટફોન, Vivo S2, ભારતમાં લોન્ચ કર્યો છે. 7,050mAh બેટરી, 4K વીડિયો રેકોર્ડિંગને સપોર્ટ કરતા કેમેરા અને દમદાર ડાયમેન્સિટી 7360-ટર્બો પ્રોસેસર સાથે આ ફોન પ્રીમિયમ મિડ-રેન્જ સેગમેન્ટમાં ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે.

Vivo-s23

Vivo S2ની કિંમત અને ફીચર્સ

Vivoનો નવો Vivo S2 સ્માર્ટફોન દમદાર ફીચર્સ સાથે લોન્ચ થયો છે. વીવોનો આ ફોન પ્રીમિયમ મિડ-રેન્જ સેગમેન્ટમાં રજૂ કરવામાં આવ્યો છે, તેમાં 120Hz કર્વ્ડ AMOLED ડિસ્પ્લે, મીડિયાટેક ડાયમેન્સિટી 7360-ટર્બો પ્રોસેસર, મોટી 7,050mAh બેટરી અને અનેક AI ફીચર્સ આપવામાં આવ્યા છે.

Vivo-s22
vivo.com

Vivo S2માં 6.83-ઇંચ 1.5K કર્વ્ડ AMOLED ડિસ્પ્લે છે, જે 120Hz રિફ્રેશ રેટ, HDR10+ સપોર્ટ અને 3,000 nits સુધીની પીક બ્રાઇટનેસ સાથે આવે છે. ફોનમાં MediaTek Dimensity 7360-Turbo પ્રોસેસર છે, જેની સાથે એક વિશાળ વેપર ચેમ્બર કૂલિંગ સિસ્ટમ મળે છે, જે લાંબા સમય સુધી ગેમિંગ અને મલ્ટીટાસ્કિંગ દરમિયાન શ્રેષ્ઠ પ્રદર્શન આપવામાં મદદ કરે છે. ફોટોગ્રાફી માટે, ફોનમાં 50MP સોની પ્રાઇમરી કેમેરા અને 2MP સેકન્ડરી સેન્સર છે, જ્યારે સેલ્ફી અને વીડિયો કોલ્સ માટે 32MP ફ્રન્ટ કેમેરા મળે છે. ફોનમાં ફ્રન્ટ અને રિયર બંને કેમેરાથી 4K વીડિયો રેકોર્ડિંગ, ડ્યૂઅલ વ્યૂ વીડિયો અને AI Erase 2.0 જેવા ફાચર્સ પણ આપવામાં આવ્યા છે.

Vivo-s21

વારંવાર ચાર્જિંગની ઝંઝટને દૂર કરવા માટે Vivoએ તેના નવા ફોનને 7,050mAh બેટરી આપી છે જે 44W ફ્લેશચાર્જ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 16 પર આધારિત OriginOS 6 પર ચાલે છે. તેમાં AI ક્રિએશન, AI કેપ્શન, AI સ્માર્ટ કોલ આસિસ્ટન્ટ, સર્કલ ટૂ સર્ચ, ગૂગલ જેમિની, પ્રાઇવેટ સ્પેસ અને વિવો ઓફિસ કિટ જેવા AI ફીચર્સ પણ આપવામાં આવ્યા છે.  કંપની આ ફોન માટે 3 વર્ષ Android OS અપડેટ્સ અને 5 વર્ષ સુરક્ષા અપડેટ્સનું વચન આપી રહી છે. Vivo S2 બે સ્ટોરેજ વેરિયન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે. 8GB + 128GB મોડેલની કિંમત ₹39,999 છે, જ્યારે 8GB + 256GB મોડેલની કિંમત ₹49,999 છે.

Leave a Reply

error: Content is protected !!