fbpx

ઓનલાઇન ખાવાની વસ્તુઓ મંગાવતા હો તો સાવધાન

Spread the love

ઓનલાઇન ખાવાની વસ્તુઓ મંગાવતા હો તો સાવધાન

જો તમે ઓનલાઇન ખાવાની વસ્તુઓ મંગાવતા હો તો સાવધાન થઇ જજો, મહારાષ્ટ્ર ફુડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને મુંબઇમાં બ્લિન્કીટના એક ગોડાઉન અને રિલાયન્સના આઉટલેટમા દરોડા પાડયા હતા.

મલાડ વેસ્ટમાં બ્લિન્કીટના એક ડાર્કરૂમમાં જ્યારે FDAએ દરોડા પાડ્યા ત્યારે ત્યાંની ગંદકી જોઇને અધિકારીઓ ચોંકી ગયા હતા. શાકભાજી, ફળો અને ખાવાની વસ્તુઓમાં ઠેર ઠેર વાંદા ફરતા હતા. ઘમા પેકેટ આઉટ ડેટેડ હતા,કોલ્ડ સ્ટોરેજ પાસે પણ ભારે ગંદકી હતી. અધિકારીઓએ તાત્કાલિક આ ડાર્કરૂમનું ફુડ લાયસન્સ રદ કરી દીધું છે.

મહારાષ્ટ્રના બુલઢાણામાં એક રિલાયન્સના એક આઉટેલમાં કાજકતરીના બોક્સમાં ફુગ ચઢી ગઇ હતી અને જીવાતો ફરતી હતી. 54 બોક્સ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. રિપોર્ટ આવ્યા પછી કાર્યવાહી કરવામાં આવશે.

Leave a Reply

error: Content is protected !!