
પ્રાંતિજ ખાતે એકલવ્ય ફાઉન્ડેશનના ગરબા ક્લાસીસનો ભવ્ય પ્રારંભ
-સાંસદ શોભનાબેન બારૈયાના હસ્તે દીપ પ્રાગટ્ય કરી શુભ શરૂઆત કરાઈ
– ૧૬ વર્ષથી ગરબા તાલીમ ક્ષેત્રે એકલવ્ય ફાઉન્ડેશનની આગવી ઓળખ
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે નવરાત્રીના પાવન પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે દર વર્ષની પરંપરા મુજબ એકલવ્ય ફાઉન્ડેશન દ્વારા ગરબા ક્લાસીસનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો પ્રાંતિજ નેશનલ હાઇવે-૪૮ ઉપર આવેલા પ્રાઇમ કોમ્પલેક્ષના ત્રીજા માળે યોજાયેલા ગરબા ક્લાસીસના ઉદ્ઘાટન પ્રસંગે સાબરકાંઠા-અરવલ્લી સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા ઉપસ્થિત રહ્યા હતા અને તેમના હસ્તે દીપ પ્રાગટ્ય કરી ગરબા ક્લાસીસની શુભ શરૂઆત કરાવવામાં આવી હતી
આ પ્રસંગે પ્રાંતિજ સહિત સમગ્ર તાલુકામાંથી મોટી સંખ્યામાં ગરબા રસિકો, વાલીઓ, યુવક-યુવતીઓ તેમજ આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા ઉદ્ઘાટન બાદ સાંસદ શોભનાબેન બારૈયા સહિત ઉપસ્થિત મહેમાનો અને ગરબા રસિકોએ પ્રથમ દિવસે ગરબાની રમઝટ બોલાવી હતી, જેના કારણે સમગ્ર વાતાવરણ ગરબાના રંગે રંગાઈ ગયું હતું પ્રાંતિજ ખાતે એકલવ્ય ફાઉન્ડેશન દ્વારા છેલ્લા ૧૬ વર્ષથી ગરબા ક્લાસીસનું સફળતાપૂર્વક સંચાલન કરવામાં આવી રહ્યું છે અહીં તાલીમ મેળવીને અનેક યુવક-યુવતીઓ વિવિધ ગરબા સ્પર્ધાઓમાં ભાગ લઈ પોતાની આગવી ઓળખ ઉભી કરી ચૂક્યા છે અને સ્પર્ધાઓમાં નંબર પણ મેળવતા આવ્યા છે ગરબા તાલીમ દરમિયાન દિપ્તીબેન બ્રહ્મભટ્ટ દ્વારા વિદ્યાર્થીઓને ગરબાના વિવિધ સ્ટેપ્સ -બાય-સ્ટેપ્સ શીખવવામાં આવે છે માત્ર ગરબા શીખવવા પૂરતું જ નહીં, પરંતુ નવરાત્રી દરમિયાન સુંદર રજૂઆત થઈ શકે તે માટે તાલીમાર્થીઓને વેશભૂષા સહિતની તૈયારી પણ કરાવવામાં આવે છે નવરાત્રીના અંતિમ બે દિવસ અગાઉ વિશેષ રિહર્સલનું આયોજન કરવામાં આવે છે, જેથી તાલીમાર્થીઓ સ્ટેજ પર અને ગરબા મેદાનમાં આત્મવિશ્વાસપૂર્વક પોતાની રજૂઆત કરી શકે જેથીજ વાલીઓની પ્રથમ પસંદગી બન્યું એકલવ્ય ગરબા ક્લાસ વર્ષોથી ગુણવત્તાસભર તાલીમ અને નવીન ગરબા સ્ટેપ્સને કારણે એકલવ્ય ગરબા ક્લાસે સાબરકાંઠા જિલ્લામાં આગવી ઓળખ ઊભી કરી છે ગરબા સ્પર્ધાઓમાં એકલવ્ય ફાઉન્ડેશનના તાલીમાર્થીઓ દ્વારા સતત સારું પ્રદર્શન કરવામાં આવતું હોવાથી વાલીઓ પણ પોતાના બાળકોને ગરબા શીખવવા માટે એકલવ્ય ગરબા ક્લાસીસને પસંદ કરી રહ્યા છે નવરાત્રીના આગમન પૂર્વે જ ભવ્ય રીતે શરૂ થયેલા આ ગરબા ક્લાસીસને લઈને યુવક-યુવતીઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો પ્રથમ દિવસથી જ ગરબા તાલીમાર્થીઓમાં જોવા મળેલા ઉત્સાહને પગલે આગામી નવરાત્રી દરમિયાન એકલવ્ય ફાઉન્ડેશનના તાલીમાર્થીઓ દ્વારા ધમાકેદાર ગરબા રજૂ કરવામાં આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે







