fbpx

ભારતમાં 8 કરોડથી વધુ યુવાનો બેરોજગાર, અભ્યાસ પૂરો થયો-નોકરી નથી, નીતિ આયોગનો રિપોર્ટ

Spread the love
ભારતમાં 8 કરોડથી વધુ યુવાનો બેરોજગાર, અભ્યાસ પૂરો થયો-નોકરી નથી, નીતિ આયોગનો રિપોર્ટ

NITI આયોગના એક નવા અહેવાલમાં ચિંતાજનક ખુલાસો થયો છે. ભારતમાં 15 થી 29 વર્ષની વયના આશરે 87 મિલિયન યુવાનો ન તો અભ્યાસ કરે છે, ન તો કોઈ નોકરી કરી રહ્યા, ન તો કોઈ તાલીમ મેળવે છે. આ યુવાનોને NEET (શિક્ષણ (Education), રોજગાર (Employment) અને તાલીમ (Training)માં નહીં) તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા છે. આ અહેવાલમાં, કમિશન યુવાનોને સ્વરોજગાર સાથે જોડવાની અને સ્થાનિક માંગના આધારે તાલીમ કાર્યક્રમો પ્રદાન કરવાની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂકે છે. NITI આયોગે સ્પષ્ટતા કરી છે કે, આ અંદાજ 2021માં હાથ ધરવામાં આવેલા રાષ્ટ્રીય નમૂના સર્વે (NSS)ના ડેટા પર આધારિત છે.

Indian-Youth

કૌશલ્ય વિકાસ યોજનાઓની મહત્તમ અસર સુનિશ્ચિત કરવા માટે, NITI આયોગે ભારતના કાર્યબળ અને શીખનારાઓને 5 મુખ્ય શ્રેણીઓમાં વિભાજિત કર્યા છે, શાળા શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ, ઔપચારિક અને અનૌપચારિક કાર્ય, NEET શ્રેણીના યુવાનો, મહિલાઓ અને આવક કમાતી વખતે શિક્ષણ મેળવનારાઓ. અહેવાલમાં જણાવાયું છે કે, NEET શ્રેણીના યુવાનો આવકના અભાવ અને અગાઉના શિક્ષણ ખર્ચને કારણે નાણાકીય અવરોધોથી દબાયેલા છે. પરિણામે, વિદ્યાર્થીઓને તેમની વર્તમાન નાણાકીય પરિસ્થિતિને કારણે ઉચ્ચ પગારવાળા કૌશલ્ય તાલીમ અભ્યાસક્રમો પરવડી શકતા નથી.

Niti-Aayog2

નીતિ આયોગ અનુસાર, નબળા નાણાકીય પૃષ્ઠભૂમિ ધરાવતા NEET યુવાનો અને મહિલાઓને સસ્તી અથવા સબસિડીવાળી તાલીમ તેમજ નાણાકીય સહાયની જરૂર છે. અહેવાલમાં ભાર મૂકવામાં આવ્યો છે કે, શીખવાની સાથે સાથે કમાણી કરવાની તકો પૂરી પાડવી એ તમામ શ્રેણીઓ માટે મુખ્ય જરૂરિયાત છે.

Indian-Youth1

અહેવાલમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી છે કે, ભારતમાં ફક્ત 8.25 ટકા સ્નાતકો તેમની શૈક્ષણિક લાયકાતને અનુરૂપ નોકરીઓમાં કાર્યરત છે. કમિશને કહ્યું કે, ઓછી આવક ધરાવતા પરિવારોના વિદ્યાર્થીઓ પહેલાથી જ કોલેજ ફી અને ટ્યુશનના ખર્ચથી દબાયેલા છે. પરંપરાગત ડિગ્રી ઉપરાંત કૌશલ્ય વિકાસ તાલીમમાં પૈસાનું રોકાણ કરવું તેમના માટે આર્થિક રીતે શક્ય નથી. આના કારણે ઘણા સ્નાતકો તેમના પરિવારોને ટેકો આપવા માટે અભ્યાસ પછી ઓછા પગારવાળી નોકરીઓ મળે તો પણ તેનો સ્વીકાર કરે છે. અહીં એવા યુવાનોની સંખ્યા પણ ઘણી વધારે છે, જેઓ કામ શોધવા માટે સંઘર્ષ કરે છે અને અંતે તેમનો NEET શ્રેણીમાં સમાવેશ થઇ જાય છે.

નીતિ આયોગે જણાવ્યું હતું કે, ‘વિકસિત ભારત 2047’ના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે, નાગરિકોને સતત શીખવા, કમાવવા અને આગળ વધવા માટે સક્ષમ બનાવવું જરૂરી છે. કૌશલ્ય વિકાસ આમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. અહેવાલમાં જણાવાયું છે કે, 2014-15થી અત્યાર સુધી 76.7 મિલિયનથી વધુ લોકોને તાલીમ આપવામાં આવી છે.

Leave a Reply

error: Content is protected !!