
પ્રાંતિજમાં સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાઈ, સંસ્કૃતિની ઝાંખીએ સૌનું મન મોહ્યું
– સ્કૃતના મહાન અને પવિત્ર ગ્રંથો રામાયણ, મહાભારત, વેદ, પુરાણો તથા ઉપનિષદોનું પૂજનવિધિ કરવામાં આવી
– ડીજે, વિવિધ ટેબ્લો, વેશભૂષા સહિત સંસ્કૃત ભાષા અને ભારતીય સંસ્કૃતિની સુંદર ઝાંખી રજૂ કરવામાં આવી
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ અંતર્ગત સંસ્કૃત ભાષાના ગૌરવ, સંરક્ષણ, સંવર્ધન તથા પ્રચાર-પ્રસારના હેતુસર સંસ્કૃત ગૌરવ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ, ગાંધીનગર દ્વારા આયોજિત સંસ્કૃત સપ્તાહ યોજના અંતર્ગત પ્રાંતિજની એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલથી સંસ્કૃત ગૌરવ યાત્રાનો પ્રારંભ થયો હતો





યાત્રા પ્રાંતિજ ત્રણ રસ્તા સુધી પહોંચી પરત એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલ ખાતે આવી હતી યાત્રામાં ડીજે, વિવિધ ટેબ્લો, વેશભૂષા સહિત સંસ્કૃત ભાષા અને ભારતીય સંસ્કૃતિની સુંદર ઝાંખી રજૂ કરવામાં આવી હતી વિદ્યાર્થીઓએ વિવિધ પાત્રોની વેશભૂષા ધારણ કરી સૌનું ધ્યાન આકર્ષિત કર્યું હતું કાર્યક્રમના પ્રારંભે સંસ્કૃતના મહાન અને પવિત્ર ગ્રંથો રામાયણ, મહાભારત, વેદ, પુરાણો તથા ઉપનિષદોનું ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પૂજનવિધિ કરવામાં આવી હતી સંસ્કૃત ભાષા ભારતીય સંસ્કૃતિ અને જ્ઞાન પરંપરાનું મહત્વપૂર્ણ અંગ છે ત્યારે નવી પેઢીમાં સંસ્કૃત પ્રત્યે જાગૃતિ અને ગૌરવની ભાવના કેળવવાના હેતુથી કાર્યક્રમ યોજાયો હતો
આ પ્રસંગે પ્રાંતિજ પ્રાંત અધિકારી મૌલિકભાઈ દોંગા, પ્રાંતિજ મામલતદાર સંજયભાઈ દેસાઈ, તાલુકા વિકાસ અધિકારી હનીબેન સિસોદિયા, નગરપાલિકા પ્રમુખ અનિતાબેન પંડ્યા, તાલુકા પંચાયત પ્રમુખ અંકિતાબેન પટેલ, શાળા સંચાલક મંડળના મંત્રી સંજયભાઈ પટેલ, શ્રીકાંતભાઈ પટેલ, શૈલેષભાઈ પટેલ, શાળાના આચાર્ય પિયુષભાઈ પટેલ સહિત શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત આસપાસની શાળાઓના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ પણ સંસ્કૃત ગૌરવ યાત્રામાં જોડાઈ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો સંસ્કૃત ભાષા અને ભારતીય સંસ્કૃતિના વારસાને ઉજાગર કરતી આ ગૌરવ યાત્રા પ્રાંતિજમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી