
પ્રાંતિજમાં મદન મોહન લાલજી હવેલી ખાતે ફૂલો અને ચાંદીના હિંડોળાનું ભવ્ય દર્શન
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ શહેરની દેસાઈની પોળમાં આવેલ શ્રી મદન મોહન લાલજી હવેલી ખાતે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે દર વર્ષની પરંપરા મુજબ વિવિધ કલાત્મક હિંડોળા તૈયાર કરવામાં આવી રહ્યા છે પવિત્ર એકાદશીના મનોરથના ભાગરૂપે આજે ઠાકોરજી માટે ફૂલો તથા ચાંદીના હિંડોળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું





પવિત્રા એકાદશીના દિવસે પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયમાં ઠાકોરજી તેમજ ગુરુઘરના ગુરુજીને પવિત્રા ધરાવવાનો વિશેષ મહિમા છે આ પરંપરા મુજબ શ્રી મદન મોહન લાલજી હવેલી ખાતે ઠાકોરજીને પવિત્રા ધરાવવામાં આવ્યા હતા હવેલી ખાતે સેવાભાવી વૈષ્ણવ ભાઈ-બહેનો દ્વારા વિવિધ રંગબેરંગી ફૂલોથી કલાત્મક હિંડોળો તૈયાર કરી તેની સુંદર સજાવટ કરવામાં આવી હતી સાથે ચાંદીના હિંડોળાનું પણ ભવ્ય દર્શન યોજાયું હતું ફૂલોની મનમોહક સજાવટથી હવેલીનું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું
પ્રાંતિજના પુષ્ટિમાર્ગીય વૈષ્ણવો દ્વારા શ્રી મદન મોહન લાલજી હવેલી તેમજ શ્રી ઘનશ્યામ લાલજીની હવેલી ખાતે શ્રાવણ માસ દરમિયાન સાવન-ભાદો, ચીરહરણ, ફૂલ, બગીચા, ગોવર્ધન ગિરિરાજ, ફળ, કાચ અને રાખડી સહિતના વિવિધ કલાત્મક હિંડોળા તૈયાર કરવામાં આવે છે પવિત્ર એકાદશીના દિવસે ફૂલો અને ચાંદીના હિંડોળાના ભવ્ય દર્શનનો લાભ લેવા વૈષ્ણવ સમાજના ભાઈ-બહેનો મોટી સંખ્યામાં હવેલી ખાતે ઉમટી પડ્યા હતા ભક્તોએ ઠાકોરજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી હવેલી ખાતે હરિભક્તો દ્વારા કીર્તનનો કાર્યક્રમ પણ યોજાયો હતો જેના કારણે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું તો નિરવભાઇ પરીખ , વ્રજેશભાઈ ભાવસાર , હેમંત ભાઇ દેસાઇ , ઉમંગ ભાઇ મોદી , નરેન્દ્ર બારોટ સહિત હરિભકતો દ્રારા સુંદર આયોજન કરવામા આવ્યુ હતુ