fbpx

પ્રાંતિજ ખાતે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ની બહેનો દ્રારા પોલીસ જવાનોને રાખડી બાંધી

Spread the love

પ્રાંતિજ ખાતે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ની બહેનો દ્રારા પોલીસ જવાનોને રાખડી બાંધી
– પોલીસ જવાનોને રાખડી બાંધી તેવોના લાંબા આયુષ્ય માટે પ્રભુ ને પ્રાર્થના કરી
– પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે જઈ ને પોલીસ જવાનોને રાખડી બાંધી

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે રક્ષાબંધન પર્વની ઉજવણીના ભાગરૂપે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની બહેનો દ્વારા પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે જઈ પોલીસ જવાનોને રાખડી બાંધી હતી બહેનોએ પોલીસ જવાનોના લાંબા આયુષ્ય અને સુખાકારી માટે પ્રભુને પ્રાર્થના કરી હતી

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા સમાજમાં ભાઈ-બહેનના પવિત્ર સંબંધને ઉજાગર કરવા માટે યોજાયેલા આ કાર્યક્રમમાં બહેનોએ પોલીસ જવાનોને રાખડી બાંધી રક્ષાબંધનની શુભેચ્છાઓ પાઠવી હતી પોલીસ જવાનો દ્વારા પણ બહેનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો

આ પ્રસંગે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના સાબરકાંઠા જિલ્લા મહિલા યુવા ચેરપર્સન શ્રદ્ધાબેન પટેલ, જિલ્લા મહિલા કો-ચેરમેન અલકાબેન પટેલ, જ્યોતિબેન પટેલ, પ્રાંતિજ તાલુકા ચેરમેન જાગૃતીબેન પટેલ, પ્રાંતિજ તાલુકા સંગઠન મંત્રી નયનાબેન પટેલ, પૂજાબેન પટેલ , જાગૃતીબેન પટેલ સહિત આગેવાનો, હોદ્દેદારો, કાર્યકરો તેમજ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી આ કાર્યક્રમ દરમિયાન પોલીસ જવાનો અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની બહેનો વચ્ચે ભાઈ-બહેનના સ્નેહ અને લાગણીસભર સંબંધનું સુંદર ઉદાહરણ જોવા મળ્યું હતું

જીલ રાવલ સાબરકાંઠા

Leave a Reply

error: Content is protected !!