fbpx

અમેરિકા વિદેશીઓને આપશે ઝટકો, એક સાથે રદ થઇ શકે છે 2 લાખ વિઝા

Spread the love
અમેરિકા વિદેશીઓને આપશે ઝટકો, એક સાથે રદ થઇ શકે છે 2 લાખ વિઝા

અમેરિકા વિદેશી નાગરિકો અંગે અભૂતપૂર્વ કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યું છે. અમેરિકાની ટ્રમ્પ સરકારે 200,000 થી વધુ વિદેશી નાગરિકોના બિઝનેસ અને ટૂરિસ્ટ વિઝા રદ કરવાનો નિર્ણય લીધો છે. માનવામાં આવી રહ્યું છે કે વાસ્તવમાં જો તેનો અમલ કરવામાં આવે તો, આ અમેરિકાના ઇતિહાસમાં એક સાથે સૌથી મોટી સંખ્યામાં વીઝા રદ કરવાની કાર્યવાહી હશે.

છેલ્લા કેટલાક સમયથી, અમેરિકા તરફથી વિઝા નિયમોમાં અનેક વખત ફેરફાર કર્યા છે અને તેમને કડક બનાવવાનો પ્રયાસ કર્યો છે. કેટલાક અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ આગામી અઠવાડિયાઓમાં B1 અને B2 વિઝા રદ કરવાનો આદેશ આપી શકે છે. આ પગલાથી ભારતીય નાગરિકો પર પણ અસર થવાની શક્યતા છે.

જે વીઝા રદ કરવા માટેનો વિચાર અમેરિકા તરફથી કરવામાં આવી રહ્યો છે, તે 2016 અને 2026ની વચ્ચે જારી કરવામાં આવ્યા હતા. આ કાર્યવાહી એવા વ્યક્તિઓ પર થશે, જેઓ અમેરિકામાં આશ્રય માટે અરજી કરી રહ્યા છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા ટોમી પિગોટે જણાવ્યું હતું કે આ વ્યક્તિઓ શરૂઆતમાં ટૂંકા સયમના માટે અમેરિકામાં આવ્યા હતા પરંતુ પછીથી કાયમી રહેઠાણ માટે અરજી કરી. જો કે, જો તેમના વિઝા રદ કરવામાં આવે તો પણ, તેમને તાત્કાલિક અમેરિકામાંથી દેશનિકાલ કરવામાં આવશે નહીં.

US-Visa

યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે એ વાતની માહિતી આપવાનો ઇનકાર કરી દીધો છે કે  કેટલા લોકોના વીઝા રદ કરવામાં આવી શકે છે. જોકે અધિકારીઓનું કહેવું છે કે આ પ્રક્રિયા તબક્કાવાર લાગુ કરવામાં આવશે. આ જ કારણ છે કે, સંખ્યાની માહિતી અત્યારે જણાવી નહીં શકાય. તેમ છતાં, કેટલાક અહેવાલોમાં અહીં સુધી કહેવામાં આવ્યું છે કે 200,000 થી વધુ લોકો પ્રભાવિત થઈ શકે છે.

અધિકારીઓએ સ્પષ્ટ કર્યું કે જે વ્યક્તિઓના વિઝા રદ કરવામાં આવશે, તેમનો અમેરિકામાંથી તાત્કાલિક દેશનિકાલ નહીં થાય. એવામાં જે લોકોના આશ્રયના દાવાઓ બાકી છે, તેમની સ્થિતિ બદલા શકે છે. તો, બાદમાં તેમના બિઝનેસ અથવા ટૂરિસ્ટ પ્રવાસી તરીકેનો દરજ્જો માન્ય રહેશે નહીં. નોંધનીય છે કે ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળ દરમિયાન અમેરિકામાં વિઝા નિયમો કડક કરવામાં આવ્યા છે.

છેલ્લા કેટલાક મહિનાઓમાં, અમેરિકાએ તેના વિઝા નિયમો વધુ કડક કર્યા છે. અરજદારોની સોશિયલ મીડિયા વિગતો પણ માંગવામાં આવી રહી છે. આ ઉપરાંત, વિઝા બોન્ડ સિસ્ટમ રજૂ કરવામાં આવી છે. એવા દેશોની યાદી પણ તૈયાર કરવામાં આવી છે જેમના નાગરિકોને અમેરિકાના વીઝા આપવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

trump

યુએસ ડેપ્યુટી સેક્રેટરી ઓફ સ્ટેટ ક્રિસ્ટોફર લેન્ડૌનું કહેવું છે કે ઘણા વ્યક્તિઓ એવા પણ છે, જે અમેરિકામાં ટૂરિસ્ટ અથવા બિઝનેસ વિઝાથી પ્રવેશ કરે છે અને ત્યારબાદ આશ્રય માટે અરજી કરે છે. તેમણે જણાવ્યું છે કે ઇમિગ્રેશન કાયદાઓને અવગણવા માટે હવે આશ્રય દાવાઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

અમેરિકામાં વિઝા નિયમો કડક થયા બાદ કાર્યવાહી ચાલુ રહી છે. એક અહેવાલ મુજબ, છેલ્લા 18 મહિનામાં 150,000 થી વધુ વિઝા રદ કરવામાં આવ્યા છે, જેમાં B1 અને B2 વીઝાઓનો સમાવેશ થાય છે. તમને જણાવી દઇએ કે B1 વિઝા સામાન્ય રીતે બિઝનેસ મુસાફરી માટે જારી કરવામાં આવે છે, જ્યારે B2 વિઝા પર્યટન, પરિવારની મુલાકાત લેવા અથવા તબીબી સારવાર માટે આપવામાં આવે છે.

જોકે, અધિકારીઓએ એ વાતની માહિતી આપી નથી કે આમાંથી કેટલા વિઝા ધારકોએ આશ્રય માંગ્યો છે અથવા ભવિષ્યમાં થનારી પ્રસ્તાવિત કાર્યવાહીથી પ્રભાવિત થઈ શકે છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ અનુસાર આશરે 177,000 વિઝા રદ કરવામાં આવ્યા છે; આ કાર્યવાહી છેલ્લા 18 મહિનામાં કરવામાં આવી છે.

Leave a Reply

error: Content is protected !!