પ્રાંતિજ બાલમંદિરમાં જન્માષ્ટમીની ધામધૂમપૂર્વક ઉજવણી
– કૃષ્ણ જન્મ, મટકી ફોડ, આરતી સહિતના કાર્યક્રમો યોજાયા : બાળકોએ રાધા-કૃષ્ણના વેશ ધારણ કરી ઉત્સાહભેર ભાગ લીધો
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ રેલવે સ્ટેશન વિસ્તારમાં કેળવણી મંડળ સંચાલિત માતુશ્રી મહાલક્ષ્મીબેન કાશીનાથ જોષી બાલમંદિર ખાતે જન્માષ્ટમી પર્વની સુંદર અને આનંદમય વાતાવરણમાં ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી




જન્માષ્ટમી નિમિત્તે બાલમંદિરમાં કૃષ્ણ જન્મ મહોત્સવ, મટકી ફોડ, આરતી, ભજન, ગીતો તથા કૃષ્ણલીલા સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા બાલમંદિરના આચાર્ય, શિક્ષકો તથા સ્ટાફ દ્વારા બાળકોને ભગવાન શ્રીકૃષ્ણના જીવન, બાળલીલા તેમજ તેમના દ્વારા આપવામાં આવેલા પ્રેમ, સત્ય, કરુણા અને સદાચારના સંદેશ વિશે રસપ્રદ રીતે સમજ આપવામાં આવી હતી ઉજવણી દરમિયાન બાલમંદિરમાં અભ્યાસ કરતા બાળકોએ શ્રીકૃષ્ણ અને રાધાના વેશ ધારણ કરી વિવિધ કાર્યક્રમોમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો બાળકોએ મટકી ફોડ કાર્યક્રમમાં પણ આનંદપૂર્વક ભાગ લઈ જન્માષ્ટમીની ઉજવણીને વધુ રંગીન બનાવી હતી ગીતો અને નૃત્ય સાથે કૃષ્ણ જન્મ તથા કૃષ્ણલીલાની રજૂઆત કરવામાં આવતા સમગ્ર બાલમંદિર પરિસર ભક્તિમય અને આનંદમય બન્યું હતું આ પ્રસંગે બાળકોને જન્માષ્ટમી પર્વનું ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ સમજાવવામાં આવ્યું હતું આવી ઉજવણીના માધ્યમથી બાળકોમાં ભારતીય સંસ્કૃતિ, પરંપરા તથા ધાર્મિક મૂલ્યો પ્રત્યે પ્રેમ અને સંસ્કારનું સિંચન થાય તેવો હેતુ વ્યક્ત કરવામાં આવ્યો હતો જન્માષ્ટમી પર્વની ઉજવણીનું સુંદર આયોજન બાલમંદિરના આચાર્ય મંદાબેન જોષી, નિહારિકાબેન રાવલ, હીનાબેન ચૌહાણ તથા બાલમંદિરના સમગ્ર સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું અંતે ભગવાન શ્રીકૃષ્ણને પ્રાર્થના કરી સૌના જીવનમાં સુખ, શાંતિ, પ્રેમ અને સમૃદ્ધિ આવે તેવી મંગલકામના કરવામાં આવી હતી