fbpx

જાયન્ટ્સ ગ્રુપ ઓફ પ્રાંતિજ અને સહેલી ગ્રુપની શપથવિધિ યોજાઈ

Spread the love

જાયન્ટ્સ ગ્રુપ ઓફ પ્રાંતિજ અને સહેલી ગ્રુપની શપથવિધિ યોજાઈ
નવા હોદ્દેદારોએ શપથ ગ્રહણ કરી સેવાકીય પ્રવૃત્તિઓને વધુ વેગ આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો


 સાબરકાંઠા  જિલ્લા ના પ્રાંતિજ ખાતે જાયન્ટ્સ ગ્રુપ ઓફ પ્રાંતિજ તથા સહેલી ગ્રુપ દ્વારા શપથવિધિ સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જાયન્ટ્સ વેલ્ફેર ફાઉન્ડેશન ફેડરેશન 3C અંતર્ગત યોજાયેલા આ સમારોહમાં સહેલી ગ્રુપના સભ્યો તેમજ પૂર્વ પ્રમુખોની ફોરમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું


સમારોહ દરમિયાન જાયન્ટ્સ ગ્રુપ ઓફ પ્રાંતિજના નવા પ્રમુખ તરીકે દર્શિલભાઈ દેસાઈ અને મંત્રી તરીકે હાર્દિક બ્રહ્મભટ્ટ સહિત સમગ્ર ટીમે શપથ ગ્રહણ કર્યા હતા જ્યારે સહેલી ગ્રુપના પ્રમુખ તરીકે નેહાબેન પંચાલ, મંત્રી તરીકે શ્રદ્ધાબેન પટેલ સહિત ટીમના સભ્યોએ પણ શપથ ગ્રહણ કર્યા હતા આ પ્રસંગે ‘સ્ત્રી સશક્તિકરણ 2026’ અંતર્ગત વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર પાંચ બાળાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. બાળાઓને ઇનામ, પ્રમાણપત્ર તથા વિશિષ્ટ ભેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી.

આ પહેલ થકી બાળાઓમાં આત્મવિશ્વાસ વધારવા અને તેમની પ્રતિભાને પ્રોત્સાહન આપવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. સમારોહમાં ફેડરેશન 3Cના આશરે 120 જેટલા જાયન્ટ્સ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ફેડરેશન પ્રમુખ રમેશભાઈ નાગર, સેન્ટ્રલ કમિટી મેમ્બર્સ કાંતિભાઈ પટેલ, રસિકભાઈ સુથાર અને કૌશિકભાઈ પટેલ, તેમજ સ્પેશિયલ કમિટી મેમ્બર્સ વ્રજેશભાઈ ભાવસાર અને બાબુભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન જાયન્ટ્સ તથા સહેલી ગ્રુપ દ્વારા વર્ષ દરમિયાન હાથ ધરાયેલી વિવિધ સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. વિવિધ પ્રોજેક્ટ્સ અને સમાજલક્ષી સેવાઓ અંગે પણ વિગતવાર માહિતી આપવામાં આવી હતી. ફોરમર પ્રેસિડેન્ટ ઇનચાર્જ દિનકરભાઈ અમીન દ્વારા ફોરમનું મહત્વ, તેની કામગીરી અને પૂર્વ પ્રમુખોની ભૂમિકા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જ્યારે સહેલી ઇનચાર્જ શર્મિષ્ઠાબેન શાહ દ્વારા સહેલી ગ્રુપની સેવાકીય અને સામાજિક પ્રવૃત્તિઓને બિરદાવવામાં આવી હતી અને આગામી સમયમાં વધુ સક્રિય કામગીરી માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન સ્પેશિયલ કમિટી મેમ્બર વ્રજેશભાઈ ભાવસાર, મંત્રી હાર્દિક બ્રહ્મભટ્ટ, સહેલી પ્રમુખ નેહાબેન પંચાલ, મંત્રી શ્રદ્ધાબેન પટેલ, તેમજ ચિંતન પટેલ, રાહુલ રામી, સુરેશ રાવલ સહિતની સમગ્ર ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. સમારોહના અંતે નવા હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આગામી સમયમાં વધુ સેવાકીય, સામાજિક અને મહિલા સશક્તિકરણના પ્રકલ્પો હાથ ધરી સમાજસેવામાં યોગદાન આપવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો

જીલ રાવલ સાબરકાંઠા

Leave a Reply

error: Content is protected !!