fbpx

પ્રાંતિજ-તલોદ તાલુકાના સરપંચોએ પ્રાંત કચેરી અને તાલુકા પંચાયત કચેરીએ આવેદનપત્ર આપી વિવિધ માંગણીઓ અંગે રજૂઆત કરી

Spread the love

૧૬મા નાણાપંચની ગાઈડલાઈનમાં ફેરફારની માંગ સાથે પ્રાંતિજ-તલોદના સરપંચોની રજૂઆત
પ્રાંતિજ-તલોદ તાલુકાના સરપંચોએ પ્રાંત કચેરી અને તાલુકા પંચાયત કચેરીએ આવેદનપત્ર આપી વિવિધ માંગણીઓ અંગે રજૂઆત કરી

સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ અને તલોદ તાલુકાની વિવિધ ગ્રામ પંચાયતોના સરપંચો દ્વારા ૧૬મા નાણાપંચની અમલમાં આવેલી ગાઈડલાઈનમાં ગ્રામ્ય વિસ્તારની સ્થાનિક જરૂરિયાતોને અનુરૂપ જરૂરી ફેરફાર કરવા માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું


 પ્રાંતિજ ખાતે પ્રાંત કચેરીમાં પ્રાંત અધિકારી મૌલિકભાઈ દોંગા તેમજ પ્રાંતિજ તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારી હનીબેન સિસોદિયાને આવેદનપત્ર આપી સરપંચોએ પોતાની માંગણીઓ અંગે રજૂઆત કરી હતી સરપંચોએ જણાવ્યું હતું કે ગ્રામ પંચાયતોમાં સરપંચ, સભ્યો તથા ગ્રામજનો સાથે ગ્રામસભા યોજી સર્વાનુમતે નાણાપંચ હેઠળ વિકાસના કામો હાથ ધરવામાં આવે છે. જોકે, ૧૬મા નાણાપંચની હાલની ગાઈડલાઈનના કારણે ગ્રામ્ય વિસ્તારોની કેટલીક સ્થાનિક અને જરૂરી વિકાસલક્ષી કામગીરી કરવામાં મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે. જેથી ગ્રામ્ય વિસ્તારની વાસ્તવિક પરિસ્થિતિ અને સ્થાનિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ગાઈડલાઈનમાં જરૂરી સુધારા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી
સરપંચોએ માંગ કરી હતી કે ૧૬મા નાણાપંચની ગાઈડલાઈનમાં ગ્રામ પંચાયતોની સ્થાનિક જરૂરિયાતોને અનુરૂપ જરૂરી સુધારા કરવામાં આવે અને તેમની રજૂઆતને યોગ્ય કક્ષાએ મોકલી જરૂરી કાર્યવાહી કરવામાં આવે આ પ્રસંગે મજરા સરપંચ શ્વેતાબા મકવાણા, વાધરોટા સરપંચ સાવનકુમાર પટેલ, વડવાસા સરપંચ સત્યેષા લેઉઆ સહિત પ્રાંતિજ-તલોદ તાલુકાના વિવિધ ગ્રામ પંચાયતોના સરપંચો ઉપસ્થિત રહ્યા હતા ગ્રામજનોના હિત અને ગામોના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા આ માંગણીઓ અંગે હકારાત્મક કાર્યવાહી કરવામાં આવે તેવી સરપંચોએ આશા વ્યક્ત કરી હતી

સરપંચોની મુખ્ય માંગણીઓ
૧૬મા નાણાપંચની ટાઈડ અને અનટાઈડ ગ્રાન્ટના પ્રમાણમાં ફેરફાર કરી વિકાસલક્ષી કામો માટે વધુ લવચીકતા આપવામાં આવે તથા રોડ-રસ્તા સહિતની કામગીરી માટે જરૂરી ગ્રાન્ટની જોગવાઈ કરવામાં આવે

નાણાપંચની ગ્રાન્ટમાંથી રૂ. ૧૦ લાખ સુધીની રકમ ગ્રામ પંચાયતને સ્થાનિક જરૂરિયાત મુજબ ખર્ચવાની સત્તા આપવામાં આવે
ગ્રામ પંચાયત વિસ્તારમાં મંજૂર થયેલા કામો કોઈપણ કક્ષાએથી ટેન્ડર મારફતે કરવામાં આવે તો કામ પૂર્ણ થયા બાદ સંબંધિત ગ્રામ પંચાયતનું વર્ક કમ્પ્લિશન સર્ટિફિકેટ ફરજિયાત મેળવ્યા બાદ જ એજન્સીને બિલનું ચુકવણું કરવામાં આવે

ગ્રામ પંચાયત માટે GeM પોર્ટલ મારફતે ખરીદીની પ્રક્રિયા વૈકલ્પિક કરવામાં આવે

નાના ગામો તથા મર્યાદિત આવક ધરાવતી ગ્રામ પંચાયતોને ધ્યાનમાં રાખીને પરફોર્મન્સ ગ્રાન્ટના માપદંડો વ્યવહારુ બનાવવામાં આવે અને માત્ર ટેકનિકલ અથવા ઓનલાઈન પ્રક્રિયાના અભાવે પંચાયતોને પરફોર્મન્સ ગ્રાન્ટથી વંચિત ન રાખવામાં આવે

સરકારની કોઈપણ યોજનાના લાભ માટે ગ્રામ પંચાયત દ્વારા ઠરાવ આપવામાં આવે ત્યારથી સંબંધિત વિભાગ દ્વારા સ્થળ ચકાસણી અને કામની મંજૂરી માટે મહત્તમ ૩૦ દિવસની સમયમર્યાદા નક્કી કરવામાં આવે

જીલ રાવલ સાબરકાંઠા

Leave a Reply

error: Content is protected !!