fbpx

ઓરેકલ ફરી એકવાર નોકરીઓમાં કાપ મૂકશે; ભારતીય કર્મચારીઓ પર થશે અસર

Spread the love

ઓરેકલ ફરી એકવાર નોકરીઓમાં કાપ મૂકશે; ભારતીય કર્મચારીઓ પર થશે અસર

ઓરેકલ ફરી એક વખત મોટી છટણી કરવાની તૈયારી કરી રહી છે, જેની અસર ભારત સહિત વિશ્વભરના કર્મચારીઓ પર જોવા મળશે. જોકે કંપનીએ હજુ સુધી સત્તાવાર વિગતો શેર કરી નથી, પરંતુ વિવિધ અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે કે કંપની પોતાના ખર્ચમાં ઘટાડો કરવા માંગે છે.

ઓરેકલમાં અગાઉ જે છટણીઓ કરવામાં આવી હતી,તેની ખૂબ વધારે ચર્ચા થઇ હતી. આટલું જ નહીં ઘણા લોકોએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા પણ પોતાના અનુભવો શેર કર્યા હતા. તાજેતરની માહિતી અનુસાર, ઓરેકલે તેની ટીમોને બજેટ ઓછું કરવાની વાત કહી છે, જેના કારણે કર્મચારીઓમાં હાહાકાર મચી ગયો છે. આ અગાઉ ઘણા લોકોની ટીમો અને ભૂમિકાઓમાં ફેરફારો કરવામાં આવ્યા હતા, પરંતુ આ વખતે કંઇક મોટું થઇ શકે છે.

oracle

છટણીની સંખ્યા અંગે કોઈ સત્તાવાર આંકડા જાહેર કરવામાં આવ્યા નથી. જો કે, ઘમા અહેવાલો દાવો કરવામાં આવ્યો છે કે કંપની વૈશ્વિક સ્તરે 7,000 થી 10,000 કર્મચારીઓની છટણી કરી શકે છે. આ છટણીથી કેટલા ભારતીય કર્મચારીઓ પ્રભાવિત થશે તેની હાલમાં કોઈ માહિતી નથી.

31 મેના રોજ, કંપનીએ તેના કુલ કર્મચારીઓના આશરે 13 ટકા કર્મચારીઓની છટણી કરી હતી. કંપનીના કુલ કર્મચારીઓની સંખ્યા લગભગ 1,41,000 છે અને 31 મેના રોજ આશરે 21,000 કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા હતા.

ઓરેકલ કોર્પોરેશન એક અમેરિકા બેઝ્ડ આંતરરાષ્ટ્રીય ટેકનોલોજી કંપની છે જે મુખ્યત્વે અન્ય કંપનીઓ અને મોટી-મોટી સંસ્થાઓને ક્લાઉડ, ડેટાબેઝ અને બિઝનેસ સોફ્ટવેર સોલ્યુશન્સ પ્રોવાઇડ કરાવે છે. ઓરેકલ ભારતમાં કાર્યરત છે અને અહીં દેશમાં હજારોની સંખ્યામાં કર્મચારીઓ પણ છે.

Leave a Reply

error: Content is protected !!