fbpx

પ્રાંતિજના પીલુદ્રામાં બેંક ખાતામાંથી UPI મારફતે રૂ.૧.૧૦ લાખની છેતરપિંડી

Spread the love

પ્રાંતિજના પીલુદ્રામાં બેંક ખાતામાંથી UPI મારફતે રૂ.૧.૧૦ લાખની છેતરપિંડી


સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના પીલુદ્રા ગામે ખેડૂતના બેંક ખાતામાંથી અલગ-અલગ UPI મારફતે રૂ.૧,૧૦,૫૭૬ ઉપાડી લેવામાં આવતા છેતરપિંડીનો બનાવ સામે આવ્યો છે. આ અંગે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે


 પ્રાંતિજ પોલીસ સ્ટેશન ઉપર થી મળતી માહિતી મુજબ પ્રાંતિજ ના પીલુદ્રા પટેલવાસમાં રહેતા ૪૭ વર્ષીય ખેડૂત મુકેશકુમાર શામળભાઈ પટેલના પ્રાંતિજ સ્થિત સાબરકાંઠા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંકના ખાતામાંથી તા.૬ ઓગસ્ટથી તા.૩૦ ઓગસ્ટ ૨૦૨૬ દરમિયાન અલગ-અલગ UPI મારફતે કુલ રૂ.૧,૧૦,૫૭૬ ઉપાડી લેવામાં આવ્યા હતા ફરિયાદીએ ગત રોજ બેંકમાંથી ખાતાનું સ્ટેટમેન્ટ મેળવતા સમગ્ર મામલો ધ્યાને આવ્યો હતો. ત્યારબાદ તેમણે ૧૯૩૦ હેલ્પલાઇન પર જાણ કરી અને તા.૧ સપ્ટેમ્બરના રોજ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે ભારતીય ન્યાય સંહિતા કલમ ૩૧૮(૪) તથા આઈ.ટી. એક્ટની કલમ ૬૬(ડી) મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. UPI નંબરના ધારકની ઓળખ સહિતની વિગતો મેળવવા માટે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. આ સમગ્ર મામલાની તપાસ પ્રાંતિજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.આર. પઢેરિયા કરી રહ્યા છે

જીલ રાવલ સાબરકાંઠા

Leave a Reply

error: Content is protected !!