પ્રાંતિજના સોનાસણ નજીક બાઇક સ્લીપ થતાં યુવાનનું મોત, ૫ વર્ષની પુત્રી ઇજાગ્રસ્ત
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ તાલુકાના સોનાસણ નજીક જુલાઈ મહિનામાં સર્જાયેલા અકસ્માતના બનાવમાં બાઇકચાલક યુવાનનું મોત નીપજ્યું હતું, જ્યારે તેની પાંચ વર્ષની પુત્રીને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. આ મામલે પ્રાંતિજ પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે
પોલીસ ફરિયાદ મુજબ, સોનાસણ ગામના કલ્પેશભાઈ જીતેન્દ્રભાઈ રાવળ ઉંમર ૩૦ વર્ષ તા. ૨૧ જુલાઈ ૨૦૨૬ના રોજ રાત્રિના આશરે સાડા દસ વાગ્યાના અરસામાં પોતાની બજાજ પલ્સર મોટરસાયકલ નં. GJ-09-DD-2283 લઈને કાટવાડથી સોનાસણ તરફ જઈ રહ્યા હતા. તેમની સાથે તેમની પાંચ વર્ષની પુત્રી ધ્રુવી પણ બાઇક પર સવાર હતી.અનિતા ફેક્ટરી, સોનાસણ નજીક બાઇક પૂરઝડપે હોવાના કારણે ચાલકનો કાબૂ ન રહેતાં મોટરસાયકલ સ્લીપ થઈ ગઈ હતી અને બંને રોડ પર પટકાયા હતા. અકસ્માતમાં કલ્પેશભાઈને માથા સહિત શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતાં તેમનું મોત નીપજ્યું હતું, જ્યારે પુત્રી ધ્રુવીને શરીરે સામાન્ય ઇજાઓ થઈ હતી.બનાવ અંગે મૃતકના પિતા જીતેન્દ્રકુમાર લક્ષ્મણભાઈ સવળ દ્વારા પ્રાંતિજ પોલીસ મથકે તા. ૧ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદ મોડેથી નોંધાવવાનું કારણ મૃતક આરોપી તેમનો પુત્ર હોવાથી અંતિમવિધિ તથા સામાજિક કાર્યોમાં વ્યસ્ત હોવાનું પોલીસે નોંધ્યું છે.પ્રાંતિજ પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૨૮૧, ૧૨૫(એ), ૧૦૬(૧) તથા મોટર વ્હીકલ એક્ટની કલમ ૧૭૭ અને ૧૮૪ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે