fbpx

સ્ત્રી સશક્તિકરણ 2026 અંતર્ગત ચાણક્ય વિદ્યા સંકુલની વિદ્યાર્થીની ધીમહી પટેલનું સન્માન

Spread the love

સ્ત્રી સશક્તિકરણ 2026 અંતર્ગત ચાણક્ય વિદ્યા સંકુલની વિદ્યાર્થીની ધીમહી પટેલનું સન્માન

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ  ખાતે જયન્ટ્સ ગ્રુપ ઓફ પ્રાંતિજ ગોલ્ડ અને સહેલી ગ્રુપ દ્વારા આયોજિત “સ્ત્રી સશક્તિકરણ 2026” કાર્યક્રમ અંતર્ગત વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર બાળાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર સિદ્ધિ મેળવનાર કુલ પાંચ બાળાઓને ઇનામ, પ્રમાણપત્ર તથા વિશિષ્ટ ભેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી.

આ પ્રસંગે ચાણક્ય વિદ્યા સંકુલ કિડ્સજીની વિદ્યાર્થીની ધીમહી પટેલને નાની ઉંમરે રમત-ગમત ક્ષેત્રે કરાટેમાં મેડલ મેળવી વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરવા બદલ ટ્રોફી અને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવી હતી.ધીમહી પટેલે ચાણક્ય વિદ્યા સંકુલમાં જ ચાલી રહેલા કરાટે વર્ગમાં તાલીમ મેળવી આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. શાળામાં અભ્યાસની સાથે રમત-ગમત તેમજ સ્વરક્ષણ ક્ષેત્રે પણ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવામાં આવે છે, જેના પરિણામે બાળકો પોતાની પ્રતિભાને ઉજાગર કરી રહ્યા છે.ધીમહી પટેલની સિદ્ધિ બદલ શાળાના એકેડેમિક ડાયરેક્ટર જય કોટક, ટ્રસ્ટી હરેશભાઈ પટેલ તથા કિશોરભાઈ સોનીએ વિદ્યાર્થીની ધીમહી પટેલ તેમજ કરાટે કોચ હાર્દિકભાઈ બ્રહ્મભટ્ટને અભિનંદન પાઠવી ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.આ સન્માનથી ધીમહી પટેલની સિદ્ધિને નવી ઓળખ મળવા સાથે શાળાના અન્ય વિદ્યાર્થીઓમાં પણ રમત-ગમત અને કરાટે પ્રત્યે ઉત્સાહ વધ્યો છે. કાર્યક્રમ દ્વારા “બાળાઓને તક મળે તો તેઓ કોઈપણ ક્ષેત્રમાં પોતાની પ્રતિભા સાબિત કરી શકે છે” તેવો સશક્ત સંદેશ આપવામાં આવ્યો હતો.

જીલ રાવલ સાબરકાંઠા

Leave a Reply

error: Content is protected !!