fbpx

‘મોબાઇલ નહીં, કેમેરા નહીં…’ તો આ વીડિયો બન્યો કેવી રીતે? સ્માર્ટ ચશ્મા પહેરેલા યુવકે કાશી વિશ્વનાથ મંદિરની સુરક્ષા પર સવાલો ઉભા કર્યા

Spread the love

'મોબાઇલ નહીં, કેમેરા નહીં...' તો આ વીડિયો બન્યો કેવી રીતે? સ્માર્ટ ચશ્મા પહેરેલા યુવકે કાશી વિશ્વનાથ મંદિરની સુરક્ષા પર સવાલો ઉભા કર્યા

વારાણસીના વિશ્વપ્રસિદ્ધ કાશી વિશ્વનાથ મંદિરમાં સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉભા કરતી એક ઘટના પ્રકાશમાં આવી છે. મંદિર પરિસરમાં ઇલેક્ટ્રોનિક ઉપકરણો પર પ્રતિબંધ હોવા છતાં, એક યુવક કથિત રીતે કેમેરાથી સજ્જ સ્માર્ટ ચશ્મા પહેરીને ગર્ભગૃહમાં પ્રવેશ્યો અને અંદર એક વીડિયો રેકોર્ડ કર્યો. ત્યાર પછી તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર તેનો આ વીડિયો પોસ્ટ કર્યો, જે જોત જોતામાં વાયરલ થઇ ગયો.

Kashi-Vishwanath-Temple

ઇલેક્ટ્રોનિક ઉપકરણો અને મોબાઇલ ફોન પર સંપૂર્ણ પ્રતિબંધ હોવા છતાં બનેલી આ ઘટનાએ વહીવટીતંત્રમાં ખળભળાટ મચાવી દીધો છે. જેમ જેમ મામલો વધતો ગયો, સબંધિત યુઝરે તેમના એકાઉન્ટમાંથી વીડિયો ડિલીટ કરી દીધો, પરંતુ ત્યાં સુધીમાં તે અનેક પ્લેટફોર્મ પર શેર થઈ ગયો હતો. વિશ્વપ્રસિદ્ધ મંદિરની સુરક્ષા વ્યવસ્થામાં આ મોટી ઘૂસણખોરીથી ભક્તો રોષે ભરાયા છે. લગભગ 28 સેકન્ડ લાંબા વાયરલ વીડિયોમાં યુવક ગર્ભગૃહમાં બાબા વિશ્વનાથનો જલાભિષેક કરતો જોવા મળે છે.

Kashi-Vishwanath-Temple2

મંદિર વહીવટીતંત્ર અને પોલીસની સંયુક્ત ટીમ પરિસરમાં લગાવેલા CCTV કેમેરાનો ઉપયોગ કરીને શંકાસ્પદ વ્યક્તિને ઓળખવા માટે કામ કરી રહી છે. આ ઘટનાએ અનેક સ્તરીય સુરક્ષા તપાસ, મેટલ ડિટેક્ટર અને કડક દેખરેખ છતાં કેમેરાવાળો સ્માર્ટ ગ્લાસ ગર્ભગૃહ સુધી કેવી રીતે પહોંચવામાં સફળ રહ્યો તે અંગે પ્રશ્નો ઉભા કર્યા છે.

Kashi-Vishwanath-Temple3

મંદિર વહીવટીતંત્રે જણાવ્યું છે કે, આરોપી યુવકની ઓળખ કરવામાં આવશે અને કડક કાયદાકીય જોગવાઈઓ હેઠળ તેની સામે FIR દાખલ કરવામાં આવશે. આ ઉપરાંત, પ્રવેશદ્વારો પર ચેકિંગ પ્રોટોકોલ વધારે કડક કરવામાં આવી રહ્યા છે. ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે મંદિરની સુરક્ષા વ્યવસ્થા અને નિરીક્ષણ પ્રક્રિયાઓની પણ સમીક્ષા કરવામાં આવી રહી છે.

Kashi-Vishwanath-Temple1

ભક્તો અને સ્થાનિક લોકોએ બહુ સ્તરીય સુરક્ષા તપાસ, મેટલ ડિટેક્ટર અને મંદિરના પ્રવેશદ્વારો પર તૈનાત સુરક્ષા દળોની કામગીરી અંગે પણ ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કાશી વિશ્વનાથ મંદિરના ગર્ભગૃહમાંથી વીડિયો કોલ અને વીડિયો બનાવવાના અગાઉ પણ કિસ્સાઓ નોંધાયા છે. મંદિર વહીવટીતંત્રે જણાવ્યું છે કે, આવા કેસોની તપાસ કરવામાં આવશે અને સખત કાર્યવાહી કરવામાં આવશે.

Leave a Reply

error: Content is protected !!