fbpx

પ્રાંતિજમાં જુદાજુદા મંદિરોમાં કલાત્મક હિંડોળાના દર્શન કરી ભક્તો એ ધન્યતા અનુભવી.

Spread the love

પ્રાંતિજમાં જુદા જુદા પુષ્ટિમાર્ગીય મંદિરોમાં જુદા જુદા કલાત્મક હિંડોળા યોજવામાં આવ્યા હતા.

      પ્રાંતિજ નાની ભાગોળ વિસ્તારમાં આવેલ શ્રી વૈશ્ય સુથાર રામજી મંદિરમાં તારીખ 31 જુલાઈ થી 30 ઓગસ્ટ સુધી બાર હિંડોળાના દર્શન માટે ધર્મ પ્રેમી ભાઈ બહેનો તેમજ હરિભક્તો એ લાભ લીધો હતો. મોટી માત્રામાં દરરોજ હરિભક્તો હિંડોળાના દર્શન નો લાભ લેવા માટે મંદિરે પધારતા હતા. શ્રી રામજી મંદિરના મહંત પૂજારી ભાવેશભાઈ એ કલાત્મક હિંડોળા તૈયાર કરતા હતા. આ અંગે પૂજારી ને પૂછતા હિંડોળો એકલો જુલો નથી, પુષ્ટિ માર્ગમાં પ્રેમ અને સેવાની અભિવ્યક્તિ છે. અષાઢ વદ એકમ થી શ્રાવણ વદ ત્રીજ સુધી ઉજવવામાં આવતા શ્રી ઠાકોરજી ને જુલામા બિરાજમાન કરવામાં આવે છે આ સમયે દરરોજ અલગ અલગ શણગાર અને વિવિધ સામગ્રીથી બનેલા હિંડોળામાં ઠાકોરજીને ઝુલાવવામાં આવે છે હિંડોળામાં ઠાકોરજીને કેમ જુલાવવામાં આવે છે કારણ કે આ વર્ષાની ઋતુ હોય છે વ્રજમાં ચોમાસાના સુંદર વાતાવરણમાં શ્રી ઠાકોરજીને ગોપીજનો સાથે હિંડોળે ઝુલતા હતા. પુષ્ટિ માર્ગમાં એ દિવ્ય વ્રજ લીલા નું સ્મરણ કરીને શ્રી ઠાકોરજીને પ્રેમથી હિંડોળામાં ઝુલાવીએ છીએ એટલે આ માત્ર પરંપરા નથી પરંતુ વ્રજ લીલાનો સ્મરણ અને ભાવપૂર્વકની સેવા છે. હિંડોળો ભલે સોના ચાંદીનો હોય, ફૂલો ના હોય, કાચનો હોય, કે લાકડાનો હોય ભગવાનને સામગ્રીથી નહીં પરંતુ વૈષ્ણવ ના પ્રેમ અને ભાવથી આનંદ થાય છે. જ્યારે આપણે ઠાકોરજી ની સેવા કરીએ છીએ ત્યારે તેમને  હૃદય ના હિંડોળામાં બિરાજમાન કરીએ છે ત્યારે સાચી અનુભૂતિ થાય છે. શ્રી વૈશ્ય સુથાર રામજી મંદિરમાં શ્રી રામચંદ્ર પરિવાર, શ્રી વિશ્વકર્મા દાદા તથા હનુમાનજી દાદાની મૂર્તિ તેમજ ગણપતિ દાદા અને ઠાકોરજી બિરાજમાન છે. શ્રી વૈશ્ય સુથાર રામજી મંદિરમાં વિવિધ તહેવાર ઉજવવામાં આવે છે જેમ કે હિંડોળા મહોત્સવ, તુલસી વિવાહ, જન્માષ્ટમી, નંદ મહોત્સવ, જલ જીલણા એકાદશી, રામ નવમી તેમજ વિશ્વકર્મા જયંતી વગેરે ઉત્સવો ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવે છે અને દરેક હરિભક્તો  લાભ લે છે.

     હિંડોળા ઉત્સવ એ માત્ર ઉત્સવ નથી પરંતુ ભાવ, સેવા, સમર્પણ અને વ્રજ પ્રેમનો જીવંત અનુભવ છે. પ્રાંતિજના પુષ્ટિમાર્ગીય મંદિરોમાં ધામધૂમ પૂર્વક હિંડોળા ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો.

જીલ રાવલ સાબરકાંઠા

Leave a Reply

error: Content is protected !!