
જો તમને લાગતું હોય કે ઓગસ્ટની ગૂંગળામણભરી, ભારે ગરમીએ જીવવાનું મુશ્કેલ કરી દીધું હતું, તો તૈયાર હવે તૈયાર થઇ જાઓ. આબોહવા પરિવર્તનની સાચી અસર તો હવે શરૂ થઈ છે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ હવામાનને લઇને ખતરનાક ચેતવણી જારી કરી છે, જેને સાંભળીને કોઈપણ વ્યક્તિનો પરસેવો છૂટી જશે. IMDના તાજેતરના અહેવાલ મુજબ, 2026 ઓગસ્ટ મહિનોનો 125 વર્ષો (1901થી) સૌથી ગરમ ઓગસ્ટ તરીકે નોંધાયો છે. પરંતુ તે સૌથી આઘાતજનક વાત એ નથી; ચિંતાનું વાસ્તવિક કારણ એ છે કે આગામી સપ્ટેમ્બર મહિનો વધુ ખતરનાક અને ડ્રાઇ સ્પેલવાળો રહેવાનો છે, જ્યાં કોઈને વરસાદના એક-એક ટીપા માટે વલખા મારવા પડશે.

IMDના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાએ દેશ સામે લ ઓગસ્ટ સંબંધિત માહિતી આપી છે, તે ખૂબ જ ભયાનક છે. ઓગસ્ટ 2026નું સરેરાશ તાપમાન 28.01°C નોંધાયું હતું, જ્યારે સામાન્ય સરેરાશ 27.34°C હોવું જોઈએ. વધુમાં, રાત્રિના સમયે સરેરાશ લઘુત્તમ તાપમાન પણ રેકોર્ડ તોડીને 24.36°C પર પહોંચી ગયું. આ ભયંકર ગરમી અને વરસાદની કમી પાછળનો સૌથી મોટો વિલન અલ નીનો છે. પેસિફિક મહાસાગરમાં દરિયાઈ સપાટીનું તાપમાન ઝડપથી વધી ચૂક્યું છે, અને અલ-નીનોની સ્થિતિ આગામી મહિનાઓમાં વધુ મજબૂત રહેવાની છે, જે ચોમાસાને અસરકારક રીતે સૂકવી રહી છે.
IMDની આગાહી મુજબ, સપ્ટેમ્બરમાં દેશભરમાં કુલ માસિક વરસાદ સામાન્ય કરતા ખૂબ ઓછો (LPAના 91% કરતા ઓછો) રહેવાની ધારણા છે. સામાન્ય રીતે સપ્ટેમ્બરનો માટે લોંગ પીરિયડ એવરેજ (LPA) લગભગ 167.9 મીમી વરસાદ પડે છે, પરંતુ આ વર્ષે વાદળો માત્ર તરસાવશે. ઓગસ્ટમાં પણ દેશમાં ફક્ત 213.3 મીમી વરસાદ પડ્યો હતો – જે 2001 પછીનો સાતમો સૌથી ઓછો વરસાદ હતો. જોકે ઓગસ્ટમાં ચાર લોપ્રેશર સિસ્ટમો રચાઈ હતી અને 26 દિવસ સુધી સક્રિય રહી હતી, પરંતુ તેની અસર ફક્ત ગંગાના મેદાનો સુધી મર્યાદિત રહી, જ્યારે બાકીનો ભારત શુષ્ક પરિસ્થિતિઓ અને ગરમીનો સામનો કરતો રહ્યો.

હવામાનશાસ્ત્રીઓએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે સપ્ટેમ્બર મહિનામાં માત્ર વરસાદની કમી જ નહીં સતાવે, પરંતુ દિવસના મહત્તમ તાપમાનમાં પણ સામાન્ય કરતા ઘણો વધારો થશે. પ્રશાંત મહાસાગરમાં ગરમી સીધી ભારતીય ઉપખંડ પર અસર કરી રહી છે. એવામાં, સપ્ટેમ્બરમાં ભેજ, ભારે તડકો અને વરસાદની તીવ્ર અછત જોવા મળશે એટલે કે કુલ મળીને આ હોટ એન્ડ ડ્રાઇ ફેઝ આપણા બધા માટે એક મોટી કસોટી બની જશે.