fbpx

પ્રાંતિજના લીમલા તળાવ નજીક કારમાંથી ફાઈનાન્સ મેનેજરની લાશ મળતા ચકચાર

Spread the love

પ્રાંતિજના લીમલા તળાવ નજીક કારમાંથી ફાઈનાન્સ મેનેજરની લાશ મળતા ચકચાર
ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારથી ઈજા કરાઈ હોવાની આશંકા : ડી-સ્ટાફ, ડોગ સ્કવોડ, FSL, LCB અને SOGની ટીમો તપાસમાં જોડાઈ


સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના લીમલા તળાવ નજીક વડવાસા તરફ જતા રોડ ઉપર સફેદ રંગની સ્વિફ્ટ કારમાંથી લોહીલુહાણ હાલતમાં એક ઇસમનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે આ બનાવ અંગે મૃતકના કાકા વિષ્ણુભાઈ શિવાજી દલુજી ચૌધરી, ઉંમર ૫૭ વર્ષ, ધંધો ખેતી, રહે બાલવા, ઉનાવા રોડ, તા માણસા, જી ગાંધીનગર દ્વારા પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે


ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે મૃતકની ઓળખ ફરિયાદીના ભત્રીજા 42 વર્ષીય ભરતભાઈ કાન્તીભાઈ ચૌધરી તરીકે થઈ છે ભરતભાઈ માણસા ખાતે આવેલી IIFL ફાઈનાન્સ કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવતા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છેમળતી માહિતી મુજબ તા ૨ સપ્ટેમ્બરની રાત્રે આશરે 9:15થી 11:30 વાગ્યાના સમયગાળા દરમિયાન લીમલાથી વડવાસા તથા કરોલ તરફ જતા ત્રણ રસ્તા નજીક એક સ્વિફ્ટ કાર શંકાસ્પદ હાલતમાં જોવા મળી હતી સ્થાનિકો દ્વારા પ્રાંતિજ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી કારની પાછળની સીટમાંથી ભરતભાઈનો મૃતદેહ મળી આવતા પોલીસે મૃતદેહને કબજે લઈ પોસ્ટમોર્ટમ માટે પ્રાંતિજ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતોપ્રાથમિક તપાસમાં મૃતકના ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારથી ગંભીર ઈજા કરવામાં આવી હોવાની વિગતો સામે આવતા સમગ્ર ઘટનામાં હત્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે જોકે મોતનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ સ્પષ્ટ થશેઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે કારમાંથી મળેલા મહત્વના ડોક્યુમેન્ટ, મૃતકનો મોબાઇલ ફોન તેમજ કારમાંથી મળી આવેલ અન્ય એક લેડીઝ મોબાઇલ ફોનને તપાસના ભાગરૂપે કબજે લઈ તેની વિગતોના આધારે શકમંદોની શોધખોળ શરૂ કરી છે મોબાઇલ ફોનમાં રહેલી માહિતી, સંપર્કો તથા અન્ય ટેકનિકલ વિગતોના આધારે પોલીસ સંભવિત શકમંદો સુધી પહોંચવાના પ્રયાસો કરી રહી છે

ઘટનાની તપાસ માટે પ્રાંતિજ પોલીસ ઉપરાંત ડી-સ્ટાફ, ડોગ સ્કવોડ, FSL, જિલ્લા LCB અને SOGની ટીમો પણ તપાસમાં જોડાઈ છે FSL ટીમ દ્વારા ઘટનાસ્થળેથી વૈજ્ઞાનિક પુરાવા એકત્ર કરવામાં આવ્યા છે, જ્યારે ડોગ સ્કવોડની મદદથી પણ મહત્વની કડીઓ મેળવવાના પ્રયાસો કરવામાં આવ્યા છેઆ મામલે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં BNS કલમ 103(1) તથા અન્ય સંબંધિત કલમો હેઠળ અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે સમગ્ર ગુનાની વધુ તપાસ પ્રાંતિજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડીઆર પઢેરિયા દ્વારા હાથ ધરવામાં આવી છે પોલીસ દ્વારા CCTV ફૂટેજ, મોબાઇલની વિગતો, કારમાંથી મળેલા ડોક્યુમેન્ટ તથા અન્ય પુરાવાઓના આધારે તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે કારમાંથી મળેલા મોબાઇલ ફોન અને અન્ય દસ્તાવેજો પોલીસ તપાસમાં મહત્વની કડી બની શકે તેવી શક્યતા વચ્ચે શકમંદોની શોધખોળ તેજ કરવામાં આવી છે

જીલ રાવલ સાબરકાંઠા

Leave a Reply

error: Content is protected !!