પ્રાંતિજ કતપુર ટોલટેક્સના RTO કર્મચારીનો વીડિયો ZSTV માં પ્રસિદ્ધ થયા બાદ પણ તંત્ર ગૌર નિંદ્રામા
ઓવરલોડ જીપને કાર્યવાહી વગર જવા દેવાના મામલે હવે જવાબદાર સામે એક્શન થશે કે કેમ?
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નજીક કતપુર ટોલટેક્સ ખાતે RTO વિભાગના કર્મચારી દ્વારા ઓવરલોડ જીપને રોકી રૂપિયા લેતો વીડિયો ZSTV માં પ્રસિદ્ધ થયા બાદ હવે સમગ્ર મામલે RTO તંત્રની કાર્યવાહી સામે સૌની નજર છે

હિંમતનગરથી અમદાવાદ તરફ જઈ રહેલી એક જીપમાં તેની ક્ષમતા કરતાં અનેક ગણા મુસાફરો સવાર હતા જીપની અંદર મુસાફરો ખીચોખીચ ભરાયેલા હતા તો કેટલાક મુસાફરો જીપની છત ઉપર પણ બેઠેલા હોવાનું વીડિયો રેકોર્ડિંગમાં જોવા મળ્યું હતું આવી સ્થિતિમાં આ વાહન સામે નિયમ મુજબ કાર્યવાહી થવી જોઈએ કે કેમ તે અંગે પણ સવાલો ઉઠ્યા હતા આ દરમિયાન કતપુર ટોલટેક્સ ખાતે ફરજ બજાવતા RTO વિભાગના કર્મચારી દ્વારા જીપચાલક પાસેથી રૂપિયા લેતો હોવાનું વીડિયો ZSTVના કેમેરામાં કેદ થયું હતું વીડિયો બનાવવામાં આવી રહ્યો હોવાની જાણ થતાં કર્મચારીએ ઉપરી અધિકારીને ફોન કર્યો બાદ સ્થળ પરથી જતા રહ્યા હોવાની માહિતી સામે આવી હતી સમગ્ર ઘટનાનો વીડિયો ZSTVના કેમેરામાં કેદ થયો હતો અને ત્યારબાદ આ અંગેના સમાચાર ZSTV માં પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા

સમાચાર ZSTV માં પ્રસિદ્ધ થયા બાદ હવે તંત્રનો જવાબ શું? આ ઘટના સામે આવ્યા બાદ હવે સૌથી મોટો સવાલ એ છે કે સાબરકાંઠા જિલ્લા RTO કચેરી દ્વારા સંબંધિત કર્મચારી સામે શું કાર્યવાહી કરવામાં આવી? શું સમગ્ર ઘટનાની વિભાગીય તપાસ શરૂ કરવામાં આવી છે? શું કતપુર ટોલટેક્સ ખાતે તે સમયે ફરજ પર રહેલા કર્મચારીની વિગતો તપાસવામાં આવી છે? ઓવરલોડ જીપ સામે કાયદેસરની કાર્યવાહી કેમ કરવામાં આવી નહીં? અને સૌથી મહત્વનું—વીડિયોમાં રૂપિયા લેતા દેખાતા કર્મચારી સામે તંત્ર શું એક્શન લેશે? આ તમામ સવાલોના જવાબ હવે સંબંધિત અધિકારીની સત્તાવાર બાઇટથી સ્પષ્ટ થશે ZSTV દ્વારા સમગ્ર મામલે જવાબદાર અધિકારીનો સંપર્ક કરી ઘટનાની તપાસ અને કર્મચારી સામે લેવામાં આવેલી અથવા લેવામાં આવનારી કાર્યવાહી અંગે સત્તાવાર પ્રતિભાવ માંગવામાં આવ્યો છે હવે જોવાનું એ રહેશે કે વીડિયો ZSTV માં પ્રસિદ્ધ થયા બાદ RTO તંત્ર માત્ર તપાસની વાત કરશે કે પછી જવાબદાર કર્મચારી સામે ખરેખર કોઈ કાર્યવાહી પણ કરવામાં આવશે? ZSTVનો સવાલ“મોતની સવારીને રોકીને કાર્યવાહી કરવાને બદલે રૂપિયા લેવાયા હોવાના વીડિયોએ સવાલો ઉભા કર્યા છે હવે તંત્રનો એક્શન શું?”