
નેપાળ અને તિબેટના હિમાલય પ્રદેશોમાં બનેલા ગ્લેશિયર તળાવો ઉત્તર ભારત માટે જોખમી બની રહ્યા છે. જો તેમના કુદરતી બંધો તૂટે છે તો અચાનક પાણી, બરફ અને કાટમાળનો પ્રવાહ નીચે તરફ ધસી શકે છે. આનાથી નેપાળની નજીક ઉત્તરાખંડ સાથે તેમજ ઉત્તર પ્રદેશ અને બિહારમાં ગ્લેશિયલ લેક આઉટબર્સ્ટ ફ્લડ (GLOF)નું જોખમ છે.
ઇન્ટરનેશનલ સેન્ટર ફોર ઇન્ટિગ્રેટેડ માઉન્ટેન ડેવલપમેન્ટ (ICIMOD) અને યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (UNDP)ના એક અહેવાલમાં હિન્દુ કુશ-હિમાલય ક્ષેત્રમાં 47 સંભવિત ખતરનાક તળાવો ઓળખવામાં આવ્યા છે. આમાંથી 25 નેપાળમાં, 21 તિબેટમાં અને એક ભારતમાં છે. આમાંથી 42 કોશી, 3 ગંડકી અને 2 કર્ણાલી નદીના તટપ્રદેશમાં આવેલા છે; એટલે કે, લગભગ 96 ટકા તળાવો કોશી અને ગંડકી તટપ્રદેશમાં સ્થિત છે.

બિહારને આ આંતર-સીમાવર્તી તળાવોથી સૌથી વધુ જોખમ છે. નેપાળમાંથી નીકળતી કોશી અને ગંડકી નદીઓ આગળ આવીને બિહારમાં પ્રવેશ કરે છે. આ બે બેસિનમાં 45 સંભવિત ખતરનાક તળાવો છે, એવામાં કોઇ મોટી ઘટનાની અસર મેદાનો સુધી પહોંચી શકે છે. રાજ્યના અલકનંદા બેસિનમાં 219 હેંગિંગ ગ્લેશિયર ઓળખવામાં આવ્યા છે. આનું ક્ષેત્રફળ 71.7 ચોરસ કિલોમીટર અને અંદાજિત 2.39 ઘન કિલોમીટર બરફ છે, જેનો સરેરાશ ઢાળ આશરે 33.6 ડિગ્રી છે. બરફ તૂટવાથી હિમપ્રપાત, નદીના પ્રવાહમાં અવરોધ અને અચાનક પૂરનું જોખમ પેદા થઇ શકે છે.
નેપાળમાંથી નીકળતી નદીઓમાં અચાનક પાણીનો જળપ્રવાહ વધવો, ઉત્તર પ્રદેશ માટે ચિંતાનું કારણ છે. ઘાઘરા એટલે કે સરયુ, નેપાળની કર્ણાલી નદીનો જ આગળનો પ્રવાહ છે. તેનો ઉપરનો કેચમેન્ટ વિસ્તાર તિબેટમાં ફેલાયેલો છે; એટલે, તિબેટના ગ્લેશિયર પ્રદેશોમાં થનારી કોઈ ઘટના કર્ણાલી-ઘાઘરા નદી પ્રણાલીને અસર કરી શકે છે.

ઉત્તરાખંડમાં, નેપાળમાંથી નીકળનારી મહાકાલી નદી કાલી નદી તરીકે વહે છે. નેપાળના મુગુ ક્ષેત્રમાં એક ગ્લેશિયર તળાવ અને કાલી નદીના તટપ્રદેશમાં એક ગ્લેશિયર તળાવ જોખમી માનવામાં આવ્યો છે. તે તૂટવાથી પિથોરાગઢ અને આસપાસના વિસ્તારો માટે જોખમ ઉભું કરી શકે છે. 2000 થી ગ્લેશિયર પીગળવાનો દર બમણો એટલે કે ICIMOD માર્ચ 2026ના મૂલ્યાંકન મુજબ, હિન્દુ કુશ-હિમાલય ક્ષેત્રમાં 63,700 થી વધુ ગ્લેશિયર છે, જે આશરે 55,782 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલા છે.
એક વરિષ્ઠ ભૂસ્તરશાસ્ત્રીએ કહ્યું હતું કે અલકનંદા અને ભાગીરથી ખીણોમાં પણ આવા તળાવો છે. તિબેટથી ઉત્તરાખંડને કોઈ જોખમ નથી, નેપાળની કાલી નદીથી પિથૌરાગઢ અને નજીકના વિસ્તારોને નુકસાન થઇ શકે છે. સમગ્ર હિમાલયમાં આવા અસંખ્ય તળાવો અને હેંગિગ ગ્લેશિયર છે; જે તૂટવાથી આવી ઘટનાઓ બને છે. તેમના પર દેખરેખ રાખવાની જરૂર છે. નેપાળ અને તિબેટમાં બનતી ઘટનાઓ કુદરતી ઘટના છે.