fbpx

પ્રાંતિજમાં શ્રી માલ્કડેશ્વર મહાદેવ દાદાની ભવ્ય વાજતે-ગાજતે સવારી નીકળી

Spread the love

પ્રાંતિજમાં શ્રી માલ્કડેશ્વર મહાદેવ દાદાની ભવ્ય વાજતે-ગાજતે સવારી નીકળી
ભક્તોના ઘરે-ઘરે દાદાની પધરામણી, આરતી ઉતારી પ્રસાદ વહેંચી ભક્તોએ ધન્યતા અનુભવી


સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ શહેરમાં નેશનલ હાઇવે-48 ઉપર આવેલા અતિ પ્રાચીન અને આસ્થાના કેન્દ્ર સમાન શ્રી માલ્કડેશ્વર મહાદેવ મંદિર ખાતે દર વર્ષની પરંપરા મુજબ શ્રી માલ્કડેશ્વર મહાદેવ દાદાની ભવ્ય સવારીનું આયોજન કરવામાં આવ્યું હતું ઢોલ-નગારાના નાદ અને ભક્તિના માહોલ વચ્ચે દાદાની સવારી વાજતે-ગાજતે નીકળી હતી સવારી દરમિયાન મોટી સંખ્યામાં શિવભક્તો જોડાયા હતા અને સમગ્ર વિસ્તાર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યો હતો


પાંડવોના સમયથી અતિ પ્રાચીન ગણાતા શ્રી માલ્કડેશ્વર મહાદેવ દાદા પ્રત્યે પ્રાંતિજ સહિત આસપાસના વિસ્તારમાં મોટી આસ્થા જોવા મળે છે દર વર્ષે પરંપરા મુજબ દાદાની પાલખી સ્વરૂપે નગરયાત્રા કાઢવામાં આવે છે અગાઉથી નોંધણી કરાવનાર શિવભક્તોના ઘરે દાદાની પધરામણી કરવામાં આવે છે દાદા પોતાના ભક્તોના ઘરે પધારતા ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ અને શ્રદ્ધાનો માહોલ જોવા મળ્યો હતો દાદાની પધરામણી દરમિયાન ભક્તોએ ઘરના આંગણે કંકુ-ચોખાથી સ્વાગત કરી દાદાની આરતી ઉતારી હતી ત્યારબાદ ભક્તો દ્વારા પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું પરિવારજનો સાથે મોટી સંખ્યામાં ભક્તોએ દાદાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા અનેક ઘરોમાં ધાર્મિક વાતાવરણ જોવા મળ્યું હતું અને ભક્તોએ દાદાની સેવા-પૂજા કરવાનો લ્હાવો લઈ ધન્યતા અનુભવી હતીશ્રી માલ્કડેશ્વર મહાદેવ દાદાની સવારી હવે વર્ષમાં બે વખત કાઢવામાં આવે છે જેમાં શિવરાત્રી તથા જન્માષ્ટમીના દિવસનો સમાવેશ થાય છે શિવરાત્રીના દિવસે દાદાની સવારી નાનીભાગોળ, બજારચોક સહિત પ્રાંતિજ શહેરના અંદરના વિસ્તારોમાં ભક્તોના ઘરે પધરામણી કરે છે જ્યારે જન્માષ્ટમીના દિવસે હાઇવે એપ્રોચ રોડથી ભાંખરીયા વિસ્તાર તરફની વિવિધ સોસાયટીઓ તેમજ દુકાનોમાં દાદાની પધરામણી કરવામાં આવે છેઆ વર્ષે પણ અગાઉથી નક્કી કરાયેલા રૂટ મુજબ શ્રી માલ્કડેશ્વર મહાદેવ દાદાની સવારી કાઢવામાં આવી હતી ઢોલ-નગારાના નાદ સાથે સવારી વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ હતી

જે-જે સ્થળે દાદાની પધરામણી થઈ ત્યાં ભક્તોએ શ્રદ્ધાપૂર્વક આરતી ઉતારી હતી અને પ્રસાદનું વિતરણ કર્યું હતું જેના કારણે સમગ્ર માર્ગ અને સોસાયટીઓમાં ભક્તિમય માહોલ છવાઈ ગયો હતો સવારી દરમિયાન ભક્તો દ્વારા ‘હર હર મહાદેવ’ના જયઘોષ કરવામાં આવ્યા હતા દાદાની પાલખી સાથે ભક્તો પણ જોડાયા હતા અને શ્રદ્ધાપૂર્વક દાદાની નગરયાત્રામાં સહભાગી બન્યા હતા અગાઉથી નોંધણી કરાવેલા ભક્તોના ઘરે ક્રમબદ્ધ રીતે દાદાની પધરામણી કરવામાં આવી હતીનક્કી કરાયેલા રૂટ ઉપરથી ભક્તોના ઘરે-ઘરે પધરામણી પૂર્ણ કર્યા બાદ શ્રી માલ્કડેશ્વર મહાદેવ દાદાની સવારી સંધ્યાકાળ પહેલાં પરત મંદિર ખાતે પહોંચી હતી મંદિર પરત ફર્યા બાદ પણ ભક્તોએ દર્શન કરી પૂજા-અર્ચના કરી હતી સમગ્ર ધાર્મિક આયોજનને સફળ બનાવવા મંદિર વ્યવસ્થાપક યોગેશભાઈ રાવલ તથા ભુદેવો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું વ્યવસ્થાપકો દ્વારા સવારીના રૂટ, ભક્તોની પધરામણી અને સમગ્ર ધાર્મિક કાર્યક્રમનું સુચારૂ આયોજન કરવામાં આવ્યું હતું આમ, પ્રાંતિજમાં શ્રી માલ્કડેશ્વર મહાદેવ દાદાની સવારી દરમિયાન ભક્તિ, શ્રદ્ધા અને પરંપરાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો દાદાની પધરામણીથી ભક્તોના ઘરોમાં પણ ધાર્મિક માહોલ સર્જાયો હતો અને શિવભક્તોએ ભક્તિભાવપૂર્વક દાદાના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી

જીલ રાવલ સાબરકાંઠા

Leave a Reply

error: Content is protected !!