fbpx

પ્રાંતિજ લીમલા તળાવ પાસે કારમાંથી યુવાનની લાશ મળવાના મામલે મોટો ખુલાસો

Spread the love

પ્રાંતિજ લીમલા તળાવ પાસે કારમાંથી યુવાનની લાશ મળવાના મામલે મોટો ખુલાસો
-બાલવાના યુવાન ભરત ચૌધરીની હત્યા થઈ હોવાનુ પોલીસ તપાસમાં સ્પષ્ટ
— એક શકમંદ મહિલા પોલીસના હાથે ઝડપાઈ, અન્ય આરોપીની શોધખોળ તેજ
       

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના લીમલા તળાવ નજીક કારમાંથી બાલવા ગામના યુવાન ભરતભાઈ કાંતિભાઈ ચૌધરીની લોહીલુહાણ હાલતમાં લાશ મળી આવવાના ચકચારી બનાવમાં પ્રાંતિજ પોલીસની તપાસમાં મહત્વની કડી હાથ લાગી છે. પ્રાથમિક તપાસમાં યુવાનનું મોત અકસ્માત કે અન્ય કારણસર નહીં પરંતુ હત્યા થઈ હોવાની હકીકત સામે આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.


ઘટનાની ગંભીરતાને લઈ પ્રાંતિજ પોલીસ સહિત એલસીબી, એસઓજી, ડી-સ્ટાફ અને અન્ય પોલીસ ટીમોએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. તપાસ દરમિયાન મૃતકના મોબાઇલ ફોન સહિતના ટેકનિકલ પુરાવાઓના આધારે પોલીસ ગણતરીના કલાકોમાં એક શકમંદ મહિલા સુધી પહોંચી હતી અને પ્રાંતિજ ની ભાવના નામની મહિલાની અટકાયત કરી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છેપોલીસ તપાસ દરમિયાન આ હત્યા મામલે ભાવના નામની મહિલા અને યોગેશ નામના ઇસમના નામ સામે આવ્યા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. જેમાં ભાવનાને પોલીસે મોબાઇલ ફોનના આધારે ઝડપી પાડી પૂછપરછ હાથ ધરી હોવાનું જાણવા મળે છે જોકે, સમગ્ર ઘટનામાં યોગેશ નામનો શકમંદ ઇસમ હજુ પોલીસ પકડથી દૂર હોવાનું જાણવા મળ્યું છે યોગેશને ઝડપી પાડવા માટે પ્રાંતિજ પોલીસ, એલસીબી, એસઓજી અને ડી-સ્ટાફ સહિતની અલગ-અલગ ટીમો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે હાલ પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની કડીઓ જોડવામાં આવી રહી છે. હત્યા પાછળનું ચોક્કસ કારણ શું હતું, મૃતક અને શકમંદો વચ્ચેનો સંબંધ શું હતો અને હત્યામાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે સહિતના મુદ્દાઓને લઈને પોલીસ દ્વારા સઘન તપાસ ચાલી રહી છે યોગેશ પોલીસના હાથે ઝડપાયા બાદ હત્યાની સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલાય તેવી શક્યતા છે. હાલ પોલીસ દ્વારા ટેકનિકલ સર્વેલન્સ, પૂછપરછ અને અન્ય પુરાવાઓના આધારે તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે પ્રાંતિજ પી.આઈ. ડી.આર. પઢીયારના માર્ગદર્શન હેઠળ જુદી-જુદી ટીમો બનાવી હત્યા મામલે સંડોવાયેલા અન્ય શકમંદોને ઝડપી પાડવા માટે કવાયત હાથ ધરવામાં આવી છેહવે પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ હત્યાનું સાચું કારણ અને સમગ્ર ઘટનાક્રમ શું હતો તે અંગે વધુ સત્તાવાર વિગતો સામે આવે તેવી શક્યતા છે

જીલ રાવલ સાબરકાંઠા

Leave a Reply

error: Content is protected !!