fbpx

દિવસમાં એક વખત મેમો ફાટી ગયા પછી શું આખો દિવસ કોઈ દંડ નહીં થાય?

Spread the love

દિવસમાં એક વખત મેમો ફાટી ગયા પછી શું આખો દિવસ કોઈ દંડ નહીં થાય?

દેશભરમાં વાહનોની સંખ્યા ઝડપથી વધવા સાથે જ રસ્તા પર વાહનોની ભીડ વધી રહી છે અને સાથે-સાથે ટ્રાફિક નિયમો તોડવાની ઘટનાઓ પણ વધી રહી છે. આવી સ્થિતિમાં માર્ગ અકસ્માતો ઘટાડવા માટે સરકારે મોટર વ્હીકલ એક્ટ હેઠળ કડક નિયમો બનાવ્યા છે. પરંતુ ઘણા વાહનચાલકોના મનમાં એક સવાલ હોય છે શું એકવાર મેમો ફાટી ગયા પછી, આખો દિવસ ગમે એટલા નિયમો તોડીએ બીજો કોઈ મેમો નહીં આવે?

ન્યૂઝ18 ગુજરાતીના અહેવાલ મુજબ, ઘણા લોકો માને છે કે એક વાર પોલીસે મેમો ફાડી આપ્યો અથવા કેમેરાથી મેમો આવી ગયા પછી આખો દિવસ ગમે તેટના તોડો તો પણ કોઈ વધારાનો મેમો નહીં આવે. પરંતુ આવું બિલકુલ નથી. દરેક ટ્રાફિક નિયમના ઉલ્લંઘન માટે કાયદા અલગ-અલગ છે. કેટલીક ભૂલોમાં એક જ દિવસે ઘણી વખત દંડ ભરવો પડી શકે છે.

traffic challan

મોટર વ્હીકલ એક્ટ કહે છે કે તમામ ટ્રાફિક નિયમોના ઉલ્લંઘનો માટે એકસરખા નિયમો લાગૂ પડતા નથી. કેટલીક ભૂલોમાં એક દિવસમાં માત્ર એક જ વાર ચલણ કપાય છે, જ્યારે કેટલીક ગંભીર ભૂલોમાં દર વખતે નવો મેમો આવી શકે છે. આનો નિર્ણય તારીખ પર નહીં, પરંતુ ટ્રાફિક નિયમના પ્રકાર પર આધારિત છે.

આ ભૂલો કરશો તો એક જ દિવસમાં ઘણી વખત મેમો આવશે!

1.  નક્કી કરેલી સ્પીડ કરતા વધુ ઝડપે ગાડી દોડાવવી ખતરનાક છે. એક વાર મેમો મળ્યા પછી પણ જો તમે ફરી સ્પીડ લિમિટ વધારશો તો બીજો મેમો મળી શકે છે.

2.  રોંગ સાઈડમાં ગાડી ચલાવવી ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન છે. આવું કરવાથી અકસ્માત સર્જાઈ શકે છે. વારંવાર આવું કરનારને એક જ દિવસે અનેક મેમો આવી શકે છે. 

traffic challan

3.  લાલ સિગ્નલ હોવા છતા આગળ વધવું ખૂબ જ ગંભીર વાત છે. જો તમે એક જ દિવસે અલગ-અલગ સિગ્નલ પર આવું કરશો તો દર વખતે અલગ-અલગ મેમો આવી શકે છે.

4.   ગાડી ચલાવતી વખતે ફોન પર વાત કરવી કે મેસેજ વાંચવા જેવી ભૂલો પણ વારંવાર પકડાય તો દર વખતે નવું ચલણ કપાઈ શકે છે. આમ ટ્રાફિક નિયમોનું પાલન કરવું એ માત્ર દંડથી બચાવવા માટે નથી, પરંતુ પોતાની અને અન્ય લોકોની જીવનસુરક્ષા માટે છે.

traffic challan

5.   સીટ બેલ્ટ વગર ગાડી ચલાવવાથી પણ મેમો મળે છે. એક વાર ચલણ કપાયા પછી પણ જો તમે ફરી બેલ્ટ વગર પકડાશો તો ટ્રાફિક પોલીસ ફરી તમારી પાસેથી દંડ વસૂલી શકે છે.

Leave a Reply

error: Content is protected !!