fbpx

200MP Leica કેમેરા અને 6000mAh બેટરી સાથે લોન્ચ થયો Xiaomi 18 Fold, જાણો કિંમત

Spread the love

200MP Leica કેમેરા અને 6000mAh બેટરી સાથે લોન્ચ થયો Xiaomi 18 Fold, જાણો કિંમત

Xiaomiએ ચીનમાં તેનો નવો પ્રીમિયમ ફોલ્ડેબલ સ્માર્ટફોન Xiaomi 18 Fold, લોન્ચ કર્યો છે. આ નવા ફોનની ખાસિયત તેની અલ્ટ્રા-સ્લિમ ડિઝાઇન છે. જ્યારે તેને સંપૂર્ણપણે ખોલવામાં આવે છે, ત્યારે તે ફક્ત 5.02mmનો રહી જાય છે, જ્યારે ફોલ્ડ કરવામાં આવે ત્યારે તે 10.68mm રહે છે. તેનું વજન 219 ગ્રામ છે. બ્રાન્ડે આમા XRING O3 ચિપસેટ અને શાનદાર Leica કેમેરા સેટઅપ આપ્યું છે. ચાલો  સ્પેશિફિકેશન અને અને કિંમત પર એક નજર કરીએ.

Xiaomi 18 Foldનું સ્પેશિફિકેશન અને કિંમત

Xiaomi 18 Foldમાં 7.58-ઇંચની આંતરિક ડિસ્પ્લે છે. તે 2364×1672 પિક્સેલના રિઝોલ્યુશન સાથે Pol-less LTPO OLED પેનલ છે, જે 120Hz રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. આ ડિસ્પ્લેની પીક બ્રાઇટનેસ 4,000 nits સુધી છે, જ્યારે HBMમાં તે 2,200 nits સુધી જાય છે. સ્ક્રીનને સુરક્ષિત રાખવા માટે ડ્યુઅલ-લેયર UTG લગાવવામાં આવ્યું છે.

Xiaomi 18 ફોલ્ડ ફોનના બાહ્ય ભાગમાં 5.38-ઇંચ LTPO OLED ડિસ્પ્લે મળે છે. તેનું રિઝોલ્યુશન 1712×1168 પિક્સેલ અને 120Hz રિફ્રેશ રેટ છે. તેની પીક બ્રાઇટનેસ 4,000 nits અને HBM બ્રાઇટનેસ 2,200 nits સુધી છે. બાહ્ય સ્ક્રીન Xiaomi ડ્રેગન ક્રિસ્ટલ ગ્લાસ 3.0 દ્વારા સુરક્ષા આપવામાં આવી છે.

Xiaomi-18-Fold3

પ્રદર્શન માટે Xiaomi 18 ફોલ્ડમાં કંપનીનું XRING O3 ચિપસેટ આપવામાં આવ્યું છે. ફોન LPDDR6 RAMનો ઉપયોગ કર કરવામાં આવ્યો છે, જે ખાસ કરીને 16GB+ 1TBવાળા ટોપ વેરિયન્ટમાં ઉપલબ્ધ છે. અન્ય વેરિયન્ટ્સ LPDDR5X RAM સાથે UFS 4.1 સ્ટોરેજ મળે છે.

ફોટોગ્રાફી માટે Xiaomi 18 Foldમાં Leica સાથે સહયોગથી તૈયાર કરવામાં આવેલો ટ્રિપલ રીઅર કેમેરા સેટઅપ છે. તેમાં 200MP Samsung HP5 મુખ્ય કેમેરા સાથે 1/1.56-ઇંચ સેન્સર શામેલ છે, જે 23mm ફોકલ લેન્થ અને OISને સપોર્ટ કરે છે. આ સાથે 50MP OV50D અલ્ટ્રા-વાઇડ કેમેરા આપવામાં આવ્યા છે, જેનું સેન્સર 1/2.88-ઇંચનું છે અને 17mm ફોકલ લેન્થ સાથે આવે છે. આટલું જ નહીં, ત્રીજો કેમેરા 50MP JN5 પેરિસ્કોપ ટેલિફોટો સેન્સર છે, જે 3.5x ઓપ્ટિકલ ઝૂમ અને 80mm ફોકલ લેન્થને સપોર્ટ કરે છે.

કેમેરા સેટઅપમાં Leica Optics અને Leica Summilux લેન્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સેલ્ફી અને વીડિયો કોલ માટે ફોનની અંદર અને બહાર બને તરફ 16MP કેમેરા મળે છે. Xiaomi 18 Foldમાં 6,000mAhની મોટી બેટરી આપવામાં આવી છે. તેને ઝડપી ચાર્જ કરવા માટે ફોનમાં 67W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ મળે છે અને 50W વાયરલેસ ચાર્જિંગને પણ સપોર્ટ કરે છે.

Xiaomi-18-Fold2

સોફ્ટવેરની વાત કરીએ તો, Xiaomi 18 ફોન Fold Android 17 પર આધારિત HyperOS 4 સાથે આવે છે. કનેક્ટિવિટી માટે તેમાં Wi-Fi 7, Bluetooth 6.0, NFC અને UWB જેવા વિકલ્પ મળે છે. ફોનમાં USB 3.2 Gen 2 પોર્ટ આપવામાં આવ્યું છે. અન્ય ફીચર્સમાં IPX8 રેટિંગ, IR બ્લાસ્ટર અને સાઇડ-માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર શામેલ છે.

Xiaomi 18 Fold ની ડિઝાઇન તેની વિશિષ્ટ સુવિધાઓમાંની એક છે. ફોનને સંપૂર્ણપણે ખોલવામાં આવે છે, ત્યારે ફોનની જાડાઇ ફક્ત 5.02mm છે; જ્યારે ફોલ્ડ કરવામાં આવે છે, ત્યારે જાડાઈ 10.68mm થઈ જાય છે. તેનું વજન 219 ગ્રામ છે, જે મોટા ફોલ્ડેબલ ફોનને જોતા ખૂબ ઓછું છે.

ચીનમાં, Xiaomi 18 Foldની કિંમત 10,999 યુઆનથી શરૂ થાય છે. તેના 12GB + 256GB વેરિયન્ટની કિંમત 10,999 યુઆન, 12 GB + 512GB વેરિયન્ટની કિંમત 11,999 યુઆન અને 16GB + 512GB વેરિયન્ટની કિંમત 12,999 યુઆન છે. 16GB + 1TB વેરિઅન્ટની કિંમત 14,999 યુઆન છે, જેમાં LPDDR6 RAM મળે છે. તો, 15GB + 1TB LPDDR6 અને સીરામિક સ્પેશિયલ એડિશનની કિંમત 15,999 યુઆન છે.

Xiaomi-18-Fold1

ભારતીય ચલણની દ્રષ્ટિએ જોઇએ તો શરૂઆતની કિંમત આશરે ₹1.54 લાખ છે, જ્યારે ટોપ વેરિયન્ટની કિંમત લગભગ ₹2.25 લાખ છે. જોકે, ભારતમાં લોન્ચ થયા પછી કિંમત અલગ હોઈ શકે છે. બ્રાન્ડે હજુ સુધી ફોનના ભારતમાં લોન્ચ અંગે વિગતો જાહેર કરી નથી.

Leave a Reply

error: Content is protected !!