fbpx

ખાડામાં પલટી ગઈ દારૂ ભરેલી કાર, લોકો મદદ કરવાની જગ્યાએ દારૂની બોટલો લઇને ભાગ્યા, જુઓ વીડિયો

Spread the love

ખાડામાં પલટી ગઈ દારૂ ભરેલી કાર, લોકો મદદ કરવાની જગ્યાએ દારૂની બોટલો લઇને ભાગ્યા, જુઓ વીડિયો

બિહારના સમસ્તીપુરમાં માર્ગ અકસ્માત બાદ દારૂની લૂંટનો એક ચોંકાવનારો બનાવ પ્રકાશમાં આવ્યો છે. દલસિંહસરાયમાં NH-28 પર ભારે વરસાદ વચ્ચે, એક કાર અનિયંત્રિત થઇને રસ્તાની બાજુમાં ખાડામાં પલટી ગઈ. અકસ્માત પછી કારમાં સવાર લોકો વાહન છોડીને ઘટનાસ્થળેથી ભાગી ગયા. થોડીવાર પછી જ્યારે સ્થાનિક લોકોને ખબર પડી કે કારમાં દારૂ છે, ત્યારે લોકો દારૂ લૂંટવા માટે દોડી ગયા હતા. લૂંટનો એક વીડિયો હવે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

આ ઘટના દલસિંહસરાય પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના પગડા ચોક પાસે બની હોવાનું કહેવાય છે. અહેવાલો અનુસાર, કાર સમસ્તીપુરથી બરૌની તરફ જઈ રહી હતી. ભારે વરસાદને કારણે રસ્તો લપસણો થઈ ગયો હતો, અને પગડા ચોક પાસે પહોંચતા જ ડ્રાઇવરે કાબૂ ગુમાવી દીધો હતો. કાર લપસતા રસ્તાની બાજુમાં ઊંડા ખાડામાં ખાબકી ગઈ.

liquor-loot2

જોત-જોતામાં કારની અંદર દારૂનો આખો સ્ટોક ગાયબ થઈ ગયો. પોલીસ પહોંચી ત્યાં સુધીમાં કાર સંપૂર્ણપણે ખાલી થઈ ગઈ હતી. પોલીસે વાહનમાંથી દારૂની એક પણ બોટલ કે ટેટ્રા પેક મળ્યો નહોતો.  દલસિંગસરાયના એડિશનલ સ્ટેશન હાઉસ ઓફિસર (SHO) મનીષ કુમારે જણાવ્યું હતું કે પોલીસને પગડા ચોક નજીક ખાડામાં એક કાર પલટી જવાની માહિતી મળી હતી.

જ્યારે પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી, ત્યારે તેમને ખાડામાં કાર મળી પરંતુ અંદર કોઈ દારૂ મળ્યો નહીં. પોલીસના જણાવ્યા અનુસાર, અધિકારીઓ સ્થળ પર પહોંચે તે પહેલાં સ્થાનિકોએ દારૂના ટેટ્રા પેક લૂંટી લીધા હતા. પોલીસે દારૂ લઈ ગયેલા સ્થાનિક લોકોને દારૂ પરત કરવા અપીલ કરી છે. પોલીસે ચેતવણી આપી હતી કે દારૂ મળતા સંબંધિત લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ, વાયરલ વીડિયોના આધારે દારૂ લૂંટનારા વ્યક્તિઓની ઓળખ કરવાનો પ્રયાસ ચાલી રહ્યો છે.

liquor-loot1



પોલીસ હવે કારના રજિસ્ટ્રેશન નંબરની તપાસ કરી રહી છે જેથી વાહનમાં કોણ હતું અને દારૂનો જથ્થો ક્યાંથી લઈ જવામાં આવી રહ્યો હતો તે જાણી શકાય. તો, ક્રેનની મદદથી કારને ખાડામાંથી બહાર કાઢવામાં આવી છે. અકસ્માત બાદ દારૂની લૂંટ સાથે જોડાયેલી આ સમગ્ર ઘટના વિસ્તારમાં ચર્ચાનો વિષય બની છે.

Leave a Reply

error: Content is protected !!