
પ્રખ્યાત ગાયિકા આશા ભોંસલે હવે આપણી વચ્ચે નથી, છતા તેમણે ગાયેલા ગીતો અત્યંત લોકપ્રિય છે. તેમનું 12 એપ્રિલ, 2026ના રોજ અવસાન થયું. 8 સપ્ટેમ્બરે તેમનો જન્મદિવસ હતો, અને આ ખાસ પ્રસંગે આશા ભોંસલેનું એક ગીત રીલિઝ કરવામાં આવ્યું હતું. તેમણે આ ગીત 90 વર્ષની વયે રેકોર્ડ કર્યું હતું.

આ ગીતનું નામ ‘એ મેરી જિંદગી, તુ છુપી હૈ કહાં’ છે. આ ગીતને દિગ્દર્શક હરીશ વ્યાસની ફિલ્મ ‘ઓમ કા હરિ’ દર્શાવવામાં આયું છે, જેમાં સોની રાઝદાન, અંશુમન ઝા અને રઘુબીર યાદવ મુખ્ય ભૂમિકાઓમાં છે. ગીતની સાથે એક મ્યુઝિક આલ્બમ પણ લોન્ચ કરવામાં આવ્યું હતું, દિવંગત ગાયિકાનું આ ગીત હવે યુટ્યુબ પર સ્ટ્રીમ કરી દેવામાં આવ્યું છે.
8 સપ્ટેમ્બર (મંગળવાર)ના રોજ મુંબઈમાં આયોજિત ફિલ્મના મ્યુઝિક લોન્ચ કાર્યક્રમમાં દિગ્ગજ ગાયિકા આશા ભોંસલેનું અંતિમ ગીત રીલિઝ કરી દેવામાં આવ્યું હતું. આટલું જ નહીં, આશા ભોંસલેનો પડદા પાછળનો ભાગ (BTS) વીડિયો શેર કરવામાં આવ્યો હતો, અને તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આ ગીત આગામી ફિલ્મ ‘ઓમ કા હરિ’માં જોવા મળશે.
ફિલ્મના સમગ્ર સ્ટાર કાસ્ટ સ્વર્ગસ્થ ગાયિકાને શ્રદ્ધાંજલિ આપવા માટે સંગીત લોન્ચ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. તો ફિલ્મ નિર્માતાઓએ એવું પણ જણાવ્યું કે ‘એ મેરી જિંદગી, તું છુપી હૈ કહાં’ ગીત ગાયિકા દ્વારા 2023માં રેકોર્ડ કરવામાં આવ્યું હતું. તે સમયે તેઓ 90 વર્ષના હતા.

સ્વર્ગસ્થ આશા ભોંસલેએ 2023માં આ ગીત રેકોર્ડ કર્યું હતું, અને તેનો એક BTS વીડિયો પણ રીલિઝ કરવામાં આવ્યો છે. વીડિયોમાં, તેઓ ગીતની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. તાઇએ જણાવ્યું કે, મને નિર્દેશકનો ફોન આવ્યો અને કહ્યું હતું કે આ ગીત મોકલી રહ્યો છે. તાઈએ કહ્યું કે મેં જેવું જ ગીત સાંભળ્યું તો હાં કહી દીધી. તેમણે એમ પણ કહ્યું કે હું આ ગીત સતત ગાતી રહેતી હતી.
‘ઓમ કા હરિ’ ક્યારે રીલિઝ થશે?
‘ઓમ કા હરિ’ ફિલ્મ 18 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રીલિઝ થવાની છે. આ ફિલ્મમાં સોની રાઝદાન, અંશુમન ઝા, રઘુબીર યાદવ અને આયેશા કપૂર મુખ્ય ભૂમિકાઓ ભજવતા જોવા મળશે. આ ફિલ્મ હરીશ વ્યાસના નિર્દેશનમાં બનાવવામાં આવી છે.