fbpx

પ્રાંતિજના અનવરપુરા, કમાલપુર અને વદરાડ ગામના ખેડૂતોમાં રોષ, એક વિઘે રૂ.૪૦ હજારના નુકસાનનો દાવો

Spread the love

ડાંગરનું બિયારણ ડુપ્લિકેટ નીકળતા ખેડૂતો પાયમાલ

પ્રાંતિજના અનવરપુરા, કમાલપુર અને વદરાડ ગામના ખેડૂતોમાં રોષ, એક વિઘે રૂ.૪૦ હજારના નુકસાનનો દાવો

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના અનવરપુરા, કમાલપુર અને વદરાડ ગામે ડાંગરનું બિયારણ ડુપ્લિકેટ નીકળતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે ખેડૂતોના જણાવ્યા મુજબ, પ્રાંતિજ ખેડૂત સહાય કેન્દ્રમાંથી ખરીદવામાં આવેલા ડાંગરના બિયારણથી વાવેતર કરાયેલા પાકમાં અપેક્ષિત વૃદ્ધિ જોવા મળી નથી જેના પગલે મોંઘા બિયારણ, ખાતર, મજૂરી સહિતનો ખર્ચ માથે પડતાં ખેડૂતો પાયમાલ બનવાની સ્થિતિમાં મુકાયા છે

પ્રાપ્ત માહિતી મુજબ, પ્રાંતિજ ખેડૂત સહાય કેન્દ્રમાંથી અનવરપુરા, કમાલપુર અને વદરાડ સહિતના ગામોના ખેડૂતો દ્વારા અંદાજે ૫૦૦ બેગ ડાંગરના બિયારણની ખરીદી કરવામાં આવી હતી આ બિયારણથી આશરે ૨૫૦થી ૩૦૦ વિઘા જમીનમાં ડાંગરનું વાવેતર કરવામાં આવ્યું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે હાલ પાકમાં નિગાલ ના નીકળતા ખેડૂતોમાં ભારે ચિંતા અને રોષ જોવા મળી રહ્યો છે ખેડૂતોના જણાવ્યા મુજબ, આસપાસના ખેતરોમાં અન્ય બિયારણથી વાવેલા ડાંગરના પાક તૈયાર થવા લાગ્યા છે, જ્યારે તેમના ખેતરોમાં હજુ સુધી અપેક્ષિત વિકાસ થયો નથી ખેડૂતોના જણાવ્યા મુજબ, તેમણે ૨૮ જુલાઈના રોજ ડાંગરનું વાવેતર કર્યું હતું. તેમના કરતા ૨૦થી ૨૫ દિવસ મોડું વાવેતર કરાયેલા અન્ય ખેડૂતોના ખેતરોમાં પણ ડાંગર તૈયાર થઈ ગઈ છે, જ્યારે તેમના ખેતરોમાં હજુ સુધી ડાંગરનો નિગાલ આવ્યો નથી જેના કારણે ખેડૂતો બિયારણની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉઠાવી રહ્યા છે ખેડૂતોનો દાવો છે કે આ બિયારણના કારણે તેમને એક વિઘે આશરે રૂ.૪૦ હજારનું નુકસાન થયું છે ખેડૂતોની ફરિયાદ સાંભળવા કંપનીના અધિકારીઓ ખેતરોમાં દોડી આવ્યા ખેડૂતોમાં રોષ ફાટી નીકળતા ખેડૂત સહાય કેન્દ્રના માલિક તેમજ કંપનીના અધિકારીઓ ખેતરોમાં દોડી આવ્યા હતા ખેડૂતોની ફરિયાદ અંગે કંપનીના અધિકારી રાજેશભાઈએ જણાવ્યુ હતુ કે ડાંગરનો પાક સામાન્ય રીતે ૧૧૦થી ૧૧૫ દિવસમાં તૈયાર થાય છે હાલ પાકને વાવેતર બાદ ૬૫થી ૭૦ દિવસ થયા હોવાથી હજુ ૪૦થી ૪૫ દિવસ રાહ જોવાની જરૂર છે જોકે, ખેડૂતો કંપનીના આ જવાબથી સંતુષ્ટ નથી ખેડૂતોનું કહેવું છે કે ૨૮ જુલાઈના રોજ વાવેલા પાકની સરખામણીએ મોડા વાવેલા અન્ય બિયારણના પાક તૈયાર થઈ ગયા છે, ત્યારે તેમના ખેતરોમાં હજુ સુધી યોગ્ય વિકાસ થયો નથી ખેડૂતોના જણાવ્યા મુજબ, કંપની દ્વારા જણાવવામાં આવેલા ૪૦થી ૪૫ દિવસમાં પાક તૈયાર થવાની શક્યતા ઓછી છે અને બિયારણમાં જ ખામી હોવાની તેમને આશંકા છે વળતર માટે ખેડૂતોની માંગ, ફરિયાદ કરવાની તૈયારી ડાંગરના બિયારણથી થયેલા નુકસાન અંગે ખેડૂતો દ્વારા કંપની પાસેથી વળતરની માંગ કરવામાં આવી છે ખેડૂતોનું કહેવું છે કે બિયારણ, ખાતર, મજૂરી તેમજ અન્ય ખેતી ખર્ચ સહિતનો મોટો ખર્ચ કર્યા બાદ પાક નિષ્ફળ જવાની સ્થિતિ ઊભી થઈ છે જો યોગ્ય વળતર નહીં મળે તો સરકાર સમક્ષ રજૂઆત કરવાની તેમજ પોલીસ ફરિયાદ કરવા સુધીની તૈયારી ખેડૂતો દ્વારા દર્શાવવામાં આવી છે ખેડૂતોના જણાવ્યા મુજબ, આ બિયારણ ઈનો એગ્રિ જીનેટીક્સ કંપનીનું હોવાનું જાણવા મળ્યું છે બિયારણની ગુણવત્તા અંગે ખેડૂતો દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે, ત્યારે સમગ્ર મામલે સંબંધિત કૃષિ વિભાગ દ્વારા સ્થળ તપાસ કરી બિયારણના નમૂનાઓની ચકાસણી કરવામાં આવે અને હકીકત બહાર લાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે ખેડૂતોનો સવાલ છે કે બિયારણમાં ખામી સાબિત થાય તો નુકસાનની ભરપાઈ કોણ કરશે? ખેડૂતોને ન્યાય મળે અને જવાબદાર સામે યોગ્ય કાર્યવાહી થાય તે માટે તંત્ર દ્વારા તાત્કાલિક તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે

જીલ રાવલ સાબરકાંઠા

Leave a Reply

error: Content is protected !!