fbpx

પ્રાંતિજ ના ઉંછા ગામેથી પાવાગઢ માટે પગપાળા સંઘનું પ્રસ્થાન

Spread the love

પ્રાંતિજ ના ઉંછા ગામેથી પાવાગઢ માટે પગપાળા સંઘનું પ્રસ્થાન
ગ્રામજનો દ્વારા વાજતે-ગાજતે સંઘને વિદાય અપાઈ
૭૯ વર્ષથી અવિરત ચાલી આવતી પરંપરા
છેલ્લા ૨૦ વર્ષથી માતાજીના રથ સાથે સંઘનું આયોજન
૧૦૦ જેટલા માઈ ભક્તો પગપાળા સંઘમાં જોડાયા


સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના ઉંછા ગામેથી પાવાગઢ ખાતે જતો પગપાળા સંઘ આ વર્ષે પણ માતાજીના રથ સાથે નીકળ્યો હતો. છેલ્લા ૭૯ વર્ષથી ચાલી આવતી આ ધાર્મિક પરંપરા આજે પણ નવી પેઢી દ્વારા જાળવી રાખવામાં આવી છે


પ્રાંતિજ ના ઉંછા ગામેથી નીકળેલા પગપાળા સંઘને ગ્રામજનો દ્વારા વાજતે-ગાજતે ગામના પાદર સુધી રવાના કરવામાં આવ્યો હતો. અગાઉ માતાજીની ધજા સાથે સંઘ નીકળતો હતો, પરંતુ છેલ્લા ૨૦ વર્ષથી નવી પેઢી દ્વારા માતાજીનો રથ સાથે લઈ જવામાં આવે છે આ વર્ષે સંઘમાં ૧૦૦ જેટલા ધર્મપ્રેમી માઈ ભક્તો જોડાયા છે. છ દિવસની પગપાળા યાત્રા પૂર્ણ કરી સંઘ પાવાગઢ ખાતે પહોંચશે, જ્યાં મહાકાળી માતાના ધામમાં શીશ ઝુકાવી ભક્તો ધન્યતા અનુભવશે ગામમાં કોઈપણ નાતજાતના ભેદભાવ વગર વિવિધ સમાજના લોકો સંઘ સાથે જોડાયા હતા. ગ્રામજનો દ્વારા વાજતે-ગાજતે વરઘોડો કાઢી સંઘને પ્રસ્થાન કરાવવામાં આવ્યો હતો

જીલ રાવલ સાબરકાંઠા

Leave a Reply

error: Content is protected !!