પ્રાંતિજ વૃદ્ધાશ્રમ ખાતે ‘તીર્થાંગન મ્યુઝિક મેલોડી’નો સંગીતમય કાર્યક્રમ યોજાયો
વડીલોની આરતી ઉતારી કેક કાપીને સ્થાપના દિવસની ઉજવણી કરાઈ
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે માર્કંડેશ્વર મહાદેવ મંદિર નજીક આવેલ વિશ્રેશ્વરાય ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ‘તીર્થાંગન-વિસામો વૃદ્ધાશ્રમ’ ખાતે સંસ્થાના સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે સંગીતમય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ‘સેવા પરમો ધર્મ’ના સૂત્ર સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં રોયલ શો રોયલ સિંગર્સ ગ્રુપના કલાકારોએ સંગીતની પ્રસ્તુતિ કરી હતી




કાર્યક્રમના પ્રારંભે ગ્રુપના તમામ સિંગર મિત્રોએ વૃદ્ધાશ્રમના વડીલોની આરતી ઉતારી હતી ત્યારબાદ આર.કે. ચૌહાણના હસ્તે કેક કાપીને સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી સંગીતમય વાતાવરણ વચ્ચે વડીલો સાથે આનંદની પળો માણવામાં આવી હતી આ પ્રસંગે સિનિયર સિટીઝન પ્રાંતિજના પ્રમુખ ધનજીભાઈ પટેલ, આર.કે. ચૌહાણ, વિભાસભાઈ પટેલ, યાત્રિક ભટ્ટ, ઉરેશ દેસાઈ, વિજય બ્રહ્મભટ્ટ, વિજય ભાવસાર, નરેન્દ્ર બારોટ, હિંમતનગરના બેંક મેનેજર હરેશ જોશી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા વિશ્રેશ્વરાય ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત તીર્થાંગન-વિસામો વૃદ્ધાશ્રમના સ્થાપક વિલાસ એન. પટેલ તથા રેખાબેન જૈન છે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મેનેજિંગ ટ્રસ્ટી વિલાસ એન. પટેલ તથા ટ્રસ્ટી પલ્લવ એન. પટેલની દેખરેખ હેઠળ કરવામાં આવ્યું હતું કાર્યક્રમના આયોજનમાં આર.કે. ચૌહાણનો સહયોગ રહ્યો હતો સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે યોજાયેલા આ સંગીતમય કાર્યક્રમમાં વડીલોની આરતી ઉતારી અને કેક કાપીને સેવાભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી