પ્રાંતિજ નગરપાલિકા ખાતે પ્રમુખ અને કારોબારી ચેરમેન કાર્યાલયનું લોકાર્પણ
નવીન કાર્યાલયમાં પૂજા વિધિ સાથે કાર્યક્રમ યોજાયો, પાલિકા અધિકારીઓ, પદાધિકારીઓ તથા નગરજનો ઉપસ્થિત રહ્યા
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નગરપાલિકા ખાતે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના વર્ષ ૨૦૨૫-૨૬ અંતર્ગત પ્રમુખ કાર્યાલય અને કારોબારી ચેરમેન કાર્યાલયના લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો. નવીન કાર્યાલયોના લોકાર્પણ પ્રસંગે પૂજા વિધિનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રાંતિજ નગરપાલિકા પ્રમુખ અનિતાબેન જિગ્નેશભાઈ પંડ્યાના વરદ હસ્તે પ્રમુખ કાર્યાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જ્યારે કારોબારી ચેરમેન નિકુંજભાઈ રામીના હસ્તે કારોબારી ચેરમેન કાર્યાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. બંને કાર્યાલયોના લોકાર્પણ પ્રસંગે ધાર્મિક વિધિ અને પૂજા કરવામાં આવી હતી આ પ્રસંગે ભાજપ પ્રાંતિજ શહેર પ્રભારી જયેશભાઈ શાહ, નગરપાલિકા પ્રમુખ અનિતાબેન પંડ્યા, કારોબારી ચેરમેન નિકુંજભાઈ રામી, નગરપાલિકા પૂર્વ પ્રમુખ જિગ્નેશભાઈ પંડ્યા, નગરપાલિકા કોર્પોરેટર ડૉ. નૃપાંશભાઈ પટેલ, પિયુષભાઈ ગોરધનભાઈ પટેલ, ગીતાબેન સંજયકુમાર પટેલ, દર્શિલભાઈ નયનભાઈ દેસાઈ, રસીદખાન દોલતખાન સુમરા, વિપુલભાઈ કાંતિભાઈ ભોઈ સહિત પાલિકા કોર્પોરેટરો , અધિકારીઓ, સ્ટાફ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા નવીન કાર્યાલયોના લોકાર્પણથી નગરપાલિકાની કામગીરી માટે પ્રમુખ અને કારોબારી ચેરમેનને અલગ કાર્યાલયની સુવિધા ઉપલબ્ધ થઈ છે કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ નવીન કાર્યાલયની સુવિધા અંગે શુભેચ્છાઓ પાઠવી હતી





































