પ્રાંતિજ હાઈવે હોટલમાંથી બેગ લઈ જઈ રૂ.૧૬.૫૦ લાખના ચેકથી ઠગાઈ
પ્રાંતિજ પોલીસે ત્રણ આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ હાઈવે હોટલ ખાતે બેગમાં રહેલા બેંકના ચેકનો ઉપયોગ કરી રૂ.૧૬.૫૦ લાખની ઠગાઈ કરવામાં આવી હોવાની ફરિયાદ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે સમગ્ર મામલે પોલીસે ત્રણ આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે
પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં રહેતા અને વેપાર કરતા સંકેત રાજેન્દ્રભાઈ નાયી ની બેગ હાઈવે હોટલમાં મુકવામાં આવી હતી ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપી નં.૧ બીન્ટ્સફમાર ઉર્ફે પીન્ટુસિંહ ભીખુસિંહ ખાંટ ફરિયાદીના પરિચયમાં હતો આરોપી નં.૧અને નં.૨એ હાઈવે હોટલનું ભાડું ચૂકવી ફરિયાદીની બેગ લઈ ગયા હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે બેગમાં ફરિયાદીની પત્ની પિનલબેનના કાલુપુર કો-ઓપરેટીવ બેંક, ન્યુ રાણીપ શાખાના બે ચેક હોવાનું ફરિયાદમાં જણાવાયું છે આ ચેક આરોપી નં.૧ અને નં.2એ આરોપી નં.૩ બળવંતસિંહ વિનુસિંહ ઝાલાને આપ્યા હતા આરોપી નં.૨એ બંને ચેકમાં કુલ રૂ. ૧૬,૫૦,૦૦૦ની રકમ ભરી બેંકમાં જમા કરાવી ફરિયાદી સાથે ઠગાઈ કરી હોવાનો આક્ષેપ છે આ મામલે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં આઇપીકલમ ૩૧૮(૪) અને ૫૪ મુજબ ગુનો નોંધાયો છે ફરિયાદમાં આરોપીઓ તરીકે બીન્ટ્સફમાર ઉર્ફે પીન્ટુસિંહ ભીખુસિંહ ખાંટ રહે. રામપુર રાયગઢ, તા. હિંમતનગર , જીગરભાઈ છગનભાઈ રબારી રહે. અમદાવાદ અને બળવંતસિંહ વિનુસિંહ ઝાલા રહે. જવાનગઢ, તા. હિંમતનગર ના નામ સામે આવ્યા છે પોલીસે ગુનોનોંધી આગળની તપાસ પ્રાંતિજ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એન.સી. ગોહિલની દેખરેખ હેઠળ તપાસ ચાલુ છે પોલીસે ચેકના વ્યવહાર સહિત સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે