પ્રાંતિજમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે રક્તદાન કેમ્પ અને સેવાસેતુ કાર્યક્રમ યોજાયો
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા રક્તદાન કેમ્પ તથા વહીવટી તંત્ર દ્વારા સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું







પ્રાંતિજ શહેર અને તાલુકા ભાજપના સંયુક્ત આયોજન હેઠળ શેઠ પી.એન્ડ આર. હાઈસ્કૂલ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો હતો. સાથે જ નાગરિકોને વિવિધ સરકારી સેવાઓનો લાભ મળી રહે તે હેતુથી તંત્ર દ્વારા સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુંઆ પ્રસંગે પ્રાંતિજ નગરપાલિકા પ્રમુખ અનિતાબેન જિગ્નેશભાઈ પંડ્યા, તાલુકા પંચાયત પ્રમુખ અંકિતાબેન પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ કલ્પેશભાઈ પટેલ, મંત્રી યશવંતભાઈ પટેલ, ડૉ. કેયુરભાઈ પ્રજાપતિ, નગરપાલિકા કોર્પોરેટર પિયુષભાઈ પટેલ, વિપુલભાઈ ભોઈ, નિકુંજભાઈ રામી સહિત ભાજપના કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાવડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમમાં રક્તદાન અને જનસેવા દ્વારા જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી