UGC કાયદાના વિરોધમાં પ્રાંતિજ બજારમાં પોસ્ટર સાથે નીકળેલા અનિલ પટેલને પોલીસે પકડી પૂછપરછ બાદ મુક્ત કર્યા
સવર્ણ સમાજ માટે કાળો કાયદો ગણાવી વિરોધ પ્રદર્શન કરવા નીકળેલા અનિલ પટેલને રોડ પરથી પોલીસે પકડી પોલીસ સ્ટેશન લઈ જઈ પૂછપરછ કરી
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે UGC કાયદાના વિરોધમાં પાટીદાર અનિલ પટેલ હાથમાં પોસ્ટર લઈને પ્રાંતિજ બજારમાં નીકળ્યા હતા. ભાંખરીયા બસ સ્ટેશનથી પોસ્ટર સાથે બજારમાં પહોંચેલા અનિલ પટેલને પ્રાંતિજ પોલીસે બજારના રોડ પરથી પકડી પોલીસ સ્ટેશન લઈ જઈ પૂછપરછ હાથ ધરી હતી
પ્રાપ્ત વિગતો મુજબ, સવર્ણ સમાજ માટે કાળો કાયદો ગણાવી UGC કાયદાના વિરોધમાં અનિલ પટેલે હાથમાં પોસ્ટર લઈને પ્રાંતિજ ભાંખરીયા બસ સ્ટેશનથી બજાર તરફ પ્રસ્થાન કર્યું હતું. તેઓ પોસ્ટર સાથે બજારમાં ફરતા હતા ત્યારે પ્રાંતિજ પોલીસ ત્યાં પહોંચી હતી અને તેમને પકડી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા પોલીસ સ્ટેશન ખાતે અનિલ પટેલની પૂછપરછ કરવામાં આવી હતી ત્યારબાદ પોલીસે કોઈ મજૂરી કે દંડ વસૂલ્યા વગર તેમને મુક્ત કર્યા હોવાનું જાણવા મળ્યું છે આ ઘટનાને પગલે પ્રાંતિજ બજારમાં ચર્ચા જોવા મળી હતી. UGC કાયદાના વિરોધમાં પોસ્ટર સાથે નીકળેલા અનિલ પટેલને પોલીસે પકડી પૂછપરછ બાદ છોડી મુકતાં ઘટનાએ સ્થાનિક સ્તરે ધ્યાન ખેંચ્યું હતું







