fbpx

પ્રાંતિજ વૃદ્ધાશ્રમમાં ભજન-કીર્તનથી વડીલોના ચહેરા પર છવાયું સ્મિત

Spread the love

પ્રાંતિજ વૃદ્ધાશ્રમમાં ભજન-કીર્તનથી વડીલોના ચહેરા પર છવાયું સ્મિત
સ્વામિનારાયણ નગરના કૃષ્ણ મંડળની બહેનોએ ભજન રજૂ કરી વડીલોને ખુશ કર્યા


સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ શહેરમાં નેશનલ હાઈવે-48 નજીક માર્કંડેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલા વૃદ્ધાશ્રમ ખાતે સ્વામિનારાયણ નગરના કૃષ્ણ મંડળની બહેનો દ્વારા ભજન-કીર્તન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે બહેનોએ વિવિધ ભજનો રજૂ કરી વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલ માતા-પિતાને આનંદિત કર્યા હતા


કૃષ્ણ મંડળની બહેનો દ્વારા દર વર્ષે વૃદ્ધાશ્રમની મુલાકાત લઈ ભજન-કીર્તન સહિતના કાર્યક્રમો યોજવામાં આવે છે આ પરંપરાના ભાગરૂપે યોજાયેલા કાર્યક્રમમાં ભક્તિમય વાતાવરણ વચ્ચે વડીલોએ પણ ભજનનો આનંદ માણ્યો હતોકાર્યક્રમ દરમિયાન પ્રજાપતિ વર્ષાબેને પોતાના આગવા અંદાજમાં મનોરંજન સાથે ભજન રજૂ કરી વડીલોના દિલ જીતી લીધા હતા ખાસ કરીને “કૃષ્ણ તારા નામનો રે પહેર્યો છે ચૂડલો…” ભજનની રજૂઆતથી વૃદ્ધાશ્રમમાં ખુશીનો માહોલ સર્જાયો હતો ભજન-કીર્તન દરમિયાન વડીલોના ચહેરા પર ખુશી જોવા મળી હતી કૃષ્ણ મંડળની બહેનોએ વડીલો સાથે સમય વિતાવી તેમની સાથે વાતચીત કરી અને આનંદની ક્ષણો વહેંચી હતી કાર્યક્રમથી વૃદ્ધાશ્રમના વડીલો ભાવવિભોર બન્યા હતા

જીલ રાવલ સાબરકાંઠા

Leave a Reply

error: Content is protected !!