દીકરીને બાબા સાયકલમાં બેસાડી અંબાજીની પગપાળા યાત્રા
- પ્રાંતિજના વડવાસા વિસામે પહોંચ્યું નવદંપતી
શ્રદ્ધા, આસ્થા અને માતાજી પ્રત્યેની અખૂટ ભક્તિનો અનોખો નજારો સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ તાલુકાના વડવાસા ગામે જોવા મળ્યો હતો પેટલાદથી અંબાજી તરફ પગપાળા યાત્રાએ નીકળેલું દંપતી પોતાની વ્હાલસોયી દીકરીને બાબા સાયકલમાં બેસાડી પ્રાંતિજના વડવાસા ખાતે આવેલા વિસામામાં પહોંચ્યું હતું

દંપતી પૈકી દિપમાલા વિક્રમભાઈએ જણાવ્યું હતું કે, લગ્ન બાદ લાંબા સમય સુધી તેમને સંતાન સુખ પ્રાપ્ત થયું નહોતું ત્યારે તેમણે અંબાજી માતાજીની અખૂટ માનતા રાખી હતી ત્યારબાદ તેમના ઘરે પુત્રનો જન્મ થતાં પરિવાર આનંદિત બન્યો હતો પુત્રનું નામ જયન રાખવામાં આવ્યું હતું, જે હાલ 15 વર્ષનો છે પરિવારમાં ફરી એક વખત લક્ષ્મીનો અવતાર થતાં દીકરીનો જન્મ થયો છે દીકરીને દીકરા સમાન જ માનતા આ દંપતી તેની સાથે અંબાજીની પગપાળા યાત્રા કરી રહ્યું છે. છેલ્લા ૧૯ વર્ષથી આ દંપતી પેટલાદથી અંબાજી સુધીની અંદાજે ૩૫૦ કિલોમીટરની યાત્રા પગપાળા કરી માતાજીને નમન અને વંદન કરે છે આ વખતે પણ શ્રદ્ધાભેર યાત્રા દરમિયાન પોતાની નાની દીકરીને બાબા સાયકલમાં બેસાડી દંપતી અંબાજી તરફ આગળ વધી રહ્યું છે વડવાસા વિસામે પહોંચેલા દંપતીને જોઈ સ્થાનિક લોકોમાં પણ આસ્થા અને ભાવનાનો માહોલ જોવા મળ્યો હતો શ્રદ્ધા સાથે વર્ષોથી ચાલતી આ પરંપરા દંપતી માટે માત્ર યાત્રા નહીં, પરંતુ માતાજી પ્રત્યેની કૃતજ્ઞતા અને પરિવારની ખુશીઓ સાથે જોડાયેલી આસ્થાની સફર બની છે