fbpx

પ્રાંતિજ ડેપો ખાતે શ્રેષ્ઠ કર્મચારી સન્માન સમારોહ યોજાયો

Spread the love

પ્રાંતિજ ડેપો ખાતે શ્રેષ્ઠ કર્મચારી સન્માન સમારોહ યોજાયો
ઓગસ્ટ-2026 દરમિયાન શ્રેષ્ઠ કામગીરી કરનાર ડ્રાઈવર, કન્ડક્ટર અને મિકેનિકનું સન્માન કરાયું


સાબરકાંઠા જિલ્લા ના GSRTC પ્રાંતિજ ડેપો દ્વારા ઓગસ્ટ-2026 માસ દરમિયાન શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મચારીઓની પસંદગી કરી સન્માન સમારોહ યોજાયો હતો જેમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર ડ્રાઈવર, કન્ડક્ટર અને મિકેનિકને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા


ડેપોના તમામ કર્મચારીઓની ઓગસ્ટ માસ દરમિયાન માર્કિંગ સિસ્ટમ દ્વારા કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું જેમાં કર્મચારીઓની હાજરી, મુસાફરો સાથેનું વર્તન, દૈનિક લક્ષ્યાંક સામે મેળવેલી આવક, કામગીરી, શિસ્ત તેમજ મુસાફર જનતાને આપવામાં આવતી સેવા સહિતની વિવિધ બાબતોને ધ્યાનમાં લેવામાં આવી હતી આ મૂલ્યાંકનના આધારે પ્રતાપસિંહ રાઠોડની શ્રેષ્ઠ ડ્રાઈવર, આશાબેન પટેલની શ્રેષ્ઠ કન્ડક્ટર તેમજ ઇરફાન મીયા કુરેશીની શ્રેષ્ઠ વી.ઈ. મિકેનિક તરીકે પસંદગી કરવામાં આવી હતી  ત્રણેય કર્મચારીઓને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા મુસાફર જનતાને વધુ સારી, સુદૃઢ અને ગુણવત્તાસભર સેવા મળી રહે તે માટે કર્મચારીઓની કામગીરીને પ્રોત્સાહન આપવાના હેતુથી આ સન્માન સમારોહ યોજાયો હતો શ્રેષ્ઠ કર્મચારીઓનું સન્માન થવાથી અન્ય કર્મચારીઓને પણ વધુ સારી કામગીરી કરવા માટે ઉત્સાહ અને પ્રેરણા મળે તેવો ઉદ્દેશ્ય હોવાનું ડેપો મેનેજર એ.કે.પરમાર દ્રારા જણાવાયું હતું શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માનિત થયેલા ત્રણેય કર્મચારીઓને હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી

જીલ રાવલ સાબરકાંઠા

Leave a Reply

error: Content is protected !!