fbpx

પ્રાંતિજના લાલદરવાજા, મોટોમાડ અને ખોડિયાર કુવા વિસ્તારમાં રોડના કામમાં ગેરરીતિના આક્ષેપ

Spread the love

પ્રાંતિજના લાલદરવાજા, મોટોમાડ અને ખોડિયાર કુવા વિસ્તારમાં રોડના કામમાં ગેરરીતિના આક્ષેપ
રાત્રિના સમયે રોડનું કામ, એન્જિનિયર અને પાલિકા અધિકારીઓની ગેરહાજરી વચ્ચે ગુણવત્તા સામે સવાલો
સ્વર્ણિમ ૨૦૨૫-૨૬ ગ્રાન્ટમાંથી અંદાજિત રૂ. ૨૪ લાખના ખર્ચે સર્જન કન્સ્ટ્રક્શન એજન્સી દ્વારા કામગીરી


સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ શહેરના લાલદરવાજા, મોટોમાડ અને ખોડિયાર કુવા વિસ્તારમાં ચાલી રહેલા રોડના કામમાં ગેરરીતિના આક્ષેપો ઉઠતા રોડની ગુણવત્તા અને આયુષ્ય સામે સવાલો ઉભા થયા છે. મળતી માહિતી મુજબ, સ્વર્ણિમ ૨૦૨૫-૨૬ ગ્રાન્ટમાંથી અંદાજિત રૂ. ૨૪ લાખના ખર્ચે સર્જન કન્સ્ટ્રક્શન એજન્સી દ્વારા રોડનું કામ કરવામાં આવી રહ્યું છે.


સ્થાનિકોના જણાવ્યા મુજબ, વિસ્તારમાં રાત્રિના સમયે રોડનું કામ કરવામાં આવી રહ્યું છે. કામગીરી દરમિયાન એન્જિનિયર અથવા પાલિકા તરફથી કોઈ જવાબદાર કર્મચારી સ્થળ પર હાજર રહેતા ન હોવાના આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે સ્થાનિકોના જણાવ્યા મુજબ રોડના કામમાં ખોદકામ કર્યા બાદ યોગ્ય લેવલિંગ, રેતીનું કામ અને પાણીનો છંટકાવ કર્યા વગર સીધા જ મેટલ-કપચા પાથરી રોડ બનાવવામાં આવી રહ્યો હોવાના આક્ષેપો છે. તેમજ જૂના રોડનો પડ દૂર કરી પૂરતું ખોદકામ કરવામાં આવતું નથી અને યોગ્ય લેવલિંગ વગર કામગીરી થતી હોવાના સવાલો પણ ઉઠી રહ્યા છે આ રીતે કામગીરી કરવામાં આવતી હોય તો રોડની ગુણવત્તા જળવાશે કે કેમ અને રોડ કેટલો સમય ટકશે તે અંગે સ્થાનિકોમાં ચર્ચા શરૂ થઈ છે અગાઉ પણ આ રોડ નો અડધો રોડ આશરે પાંચ વર્ષ પહેલાં બનાવવામાં આવ્યો હતો હવે ફરીથી રોડનું કામ હાથ ધરાતા અગાઉના રોડના આયુષ્ય અને હાલ થઈ રહેલી કામગીરીની ગુણવત્તા અંગે પણ સવાલો ઉઠી રહ્યા છેઆ બાબતે પ્રાંતિજ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરેનભાઈ સોલંકીનો સંપર્ક કરતા તેમણે પાલિકા એન્જિનિયરને મળીને માહિતી મેળવી લેવા જણાવ્યું હતું ત્યારબાદ પાલિકા એન્જિનિયર રૂશિલભાઈનો સંપર્ક કરતા તેમણે એક કલાકમાં માહિતી આપવાનું જણાવ્યું હતું જોકે, કલાકથી વધુ સમય બાદ ફરીથી માહિતી માંગતા એન્જિનિયરે ફાઈલો જોવી પડશે, હાલ કામ છે અને હું નવો છું તેમ કહી સોમવારે માહિતી આપવાનું જણાવ્યું હતું અને પોતે ફોન પણ ઉપાડવાનુ બંધ કરી દીધુ હતુ તો રોડ નુ કામ દિવસ ને બદલે રાત્રી દરમિયાન થતા અનેક સવાલો સાથે આવી સ્થિતિમાં રોડની ગુણવત્તા, કામની મંજૂરી, અંદાજિત રૂ. ૨૪ લાખની ગ્રાન્ટ તથા કામગીરી અંગેની વિગતો મેળવવામાં વિલંબ હવે જોવાનું એ રહ્યું કે રોડનું કામ પૂર્ણ થયા બાદ પ્રાંતિજ નગરપાલિકાના એન્જિનિયર તથા અધિકારીઓ દ્વારા રોડની ગુણવત્તા, મટિરિયલ અને સેમ્પલ સહિતની તપાસ કરવામાં આવે છે કે કેમ અને જો કોઈ ખામી કે ગેરરીતિ જણાય તો શું કાર્યવાહી કરવામાં આવે છે હાલ તો રોડના કામમાં યોગ્ય દેખરેખ અને જવાબદારીના અભાવને લઈને સ્થાનિકોમાં સવાલો ઉઠી રહ્યા છે સ્થાનિકોની માંગ છે કે રૂ. ૨૪ લાખના રોડ કામની તટસ્થ તપાસ કરવામાં આવે, ઉપયોગમાં લેવાયેલા મટિરિયલ અને રોડની ગુણવત્તાની ચકાસણી કરવામાં આવે તથા જો કોઈ ગેરરીતિ જણાય તો જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે

જીલ રાવલ સાબરકાંઠા

Leave a Reply

error: Content is protected !!