fbpx

કોકરોચ જનતા પાર્ટીના ‘સ્કૂલ ઠીક કરો’ ઝુંબેશની અસર: મહારાષ્ટ્ર સરકારે સરકારી શાળાઓના તાત્કાલિક રિપેરિંગના આદેશ આપ્યા

Spread the love

કોકરોચ જનતા પાર્ટીના 'સ્કૂલ ઠીક કરો' ઝુંબેશની અસર: મહારાષ્ટ્ર સરકારે સરકારી શાળાઓના તાત્કાલિક રિપેરિંગના આદેશ આપ્યા

અભિજીત દીપકેના નેતૃત્વ હેઠળની કોકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા શરૂ કરવામાં આવેલા ‘સ્કૂલ ઠીક કરો’  વ્યાપક અભિયાનની મોટી અસર જોવા મળી છે. CJP અને તેના સ્વયંસેવકો દ્વારા સરકારી શાળાઓની બિસ્માર હાલત અને વર્ષોથી સેવાઓની ઉપેક્ષાને ઉજાગર કર્યા બાદ આખરે રાજ્યનું સરકારી તંત્ર હરકતમાં આવ્યું છે. મહારાષ્ટ્ર સરકારે તમામ જિલ્લા પરિષદ શાળાઓમાં માળખાકીય સુવિધાઓ, ખાસ કરીને પીવાના પાણી અને શૌચાલય જેવી પ્રાથમિક સગવડો સુધારવા માટે તાકીદના પગલાં લેવાની સૂચના આપી છે.

02

રાજ્યના ગ્રામીણ વિકાસ મંત્રી જયકુમાર ગોરેની અધ્યક્ષતામાં 10 સપ્ટેમ્બરે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ગ્રામીણ વિકાસ વિભાગે તમામ જિલ્લાના મુખ્ય કાર્યકારી અધિકારીઓને શાળા માળખાકીય વિકાસ કાર્યક્રમનું નેતૃત્વ કરવા અને જિલ્લા પરિષદ શાળાઓમાં વર્ગખંડો, બ્લેકબોર્ડ, પીવાનું પાણી અને શૌચાલયના રિપેરિંગ તથા નવીનીકરણના કામોને પ્રાથમિકતા આપવાનો સ્પષ્ટ આદેશ આપ્યો છે. શૈક્ષણિક કાર્યમાં કોઈ વિક્ષેપ ન પડે તે માટે હાલમાં ચાલી રહેલી ગણપતિની રજાઓ અને આગામી દિવાળીની રજાઓ દરમિયાન આ સમારકામ પૂરું કરવા જણાવવામાં આવ્યું છે.

બેઠક દરમિયાન સામે આવેલા સત્તાવાર આંકડાઓ અત્યંત ગંભીર ચિત્ર રજૂ કરે છે. રાજ્યમાં કુલ 63,836 જિલ્લા પરિષદ શાળાઓ આવેલી છે. આ પૈસામાંથી 40,530 શાળાઓમાં વિદ્યાર્થિનીઓ માટે ઉપયોગ યોગ્ય શૌચાલય જ નથી. 663 શાળાઓમાં ગર્લ્સ ટોયલેટની સગવડ જ ઉપલબ્ધ નથી. 1,638 શાળાઓ એવી છે જ્યાં બોયઝ (કુમાર) માટે કોઈ શૌચાલય નથી.

સરકારે આ તાકીદના સમારકામ અને નવીનીકરણના કામો માટે 15મા કેન્દ્રીય નાણાં પંચના ફંડનો ઉપયોગ કરવાની છૂટ આપી છે.

01

અભિયાનનો વ્યાપ વધારતા, CJP પ્રમુખ અભિજીત દીપકેએ બુધવારે ‘આદિવાસી સ્કૂલ ઠીક કરો’ ઝુંબેશ પણ શરૂ કરવાની જાહેરાત કરી છે. દીપકેના જણાવ્યા મુજબ, આઝાદી પછીથી જ આદિવાસી શાળાઓ સરકારી ઉપેક્ષાનો ભોગ બની છે, અને ત્યાં પણ પ્રાથમિક સુવિધાઓની ભારે તંગી છે.

મહારાષ્ટ્ર રાજ્ય પ્રાથમિક શિક્ષક સમિતિના રાજ્ય પ્રમુખ વિજય કોમ્બેએ સરકારના નિર્ણયને આવકારતાં જણાવ્યું હતું કે, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ દ્વારા ચલાવવામાં આવતી પ્રાથમિક શાળાઓના વર્ગખંડો, બિલ્ડિંગ અને શૌચાલયો અત્યંત જર્જરિત હાલતમાં છે. જિલ્લા આયોજન સમિતિ દ્વારા જારી કરાયેલો સરકારી આદેશ આવકારદાયક છે, પરંતુ રિપેરિંગની જરૂરિયાતવાળા રૂમો અને શાળાઓની સંખ્યા ખૂબ મોટી હોવાથી સરકારે આ માટે અલગથી બજેટ ફાળવવું જોઈએ.

Leave a Reply

error: Content is protected !!