fbpx

26-27 સપ્ટેમ્બરે બેંકની રજા, 28-30 તારીખ સુધી કર્મચારીઓની 3 દિવસની હડતાળ; 9 દિવસમાં માત્ર 2 દિવસ જ કામ ચાલશે

Spread the love

26-27 સપ્ટેમ્બરે બેંકની રજા, 28-30 તારીખ સુધી કર્મચારીઓની 3 દિવસની હડતાળ; 9 દિવસમાં માત્ર 2 દિવસ જ કામ ચાલશે

જો તમારી પાસે કોઇ સરકારી બેંકમાં બચત ખાતું હોય, તો આ સમાચાર તમારા માટે ખૂબ મહત્ત્વપૂર્ણ છે. જો તમારે કોઈ તાત્કાલિક કામ માટે બેંક જવાનું થવાનું હોય, તો 25 સપ્ટેમ્બર પહેલાં તમારા કામ પૂર્ણ કરી લેજો. દેશભરની તમામ બેંકો 26 સપ્ટેમ્બર (ચોથો શનિવાર) અને 27 સપ્ટેમ્બર (રવિવાર)ના રોજ બંધ રહેશે. ત્યારબાદ, બેંક કર્મચારીઓ 28, 29 અને 30 સપ્ટેમ્બરના રોજ સતત 3 દિવસ હડતાળ પર ઉતરવાના છે. જો આ હડતાળ થાય છે, તો બેન્કિંગ કામગીરી સતત 5 દિવસ સુધી બંધ રહેશે.

વીકેન્ડની 2 દિવસની રજા પછી, સોમવાર, મંગળવાર અને બુધવાર એમ સતત ત્રણ દિવસ સુધી બેંકોંમાં કામગીરી સંપૂર્ણપણે ઠપ્પ રહેશે. આ પ્રકારે, સળંગ 5 દિવસ સુધી કોઈ બેન્કિંગ કામકાજ નહીં થાય. તેથી, જો તમારે આ સમયગાળા દરમિયાન કોઈ તાત્કાલિક બેંકિંગ કામ પતાવવાનું હોય, તો 25 સપ્ટેમ્બર સુધીમાં પૂર્ણ કરી લેજો.

bank2

દેશની સૌથી મોટી સરકારી બેંક, SBIએ આ બાબતે પોતાના ગ્રાહકો માટે એક મહત્ત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)એ તેના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક પોસ્ટ કરી છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે યુનાઈટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયન્સે 28 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર સુધી ત્રણ દિવસની હડતાળનો પ્રસ્તાવ મૂક્યો છે. તે હડતાળના સમયગાળા દરમિયાન આવશ્યક બેંકિંગ સેવાઓ પૂરી પાડવા માટે તમામ પ્રયાસો કરી રહી છે, તેમ છતા ગ્રાહકોએ હડતાળની તારીખો પહેલાં તેમના તાત્કાલિક બેંકિંગ કાર્યો પૂર્ણ કરી લેવા.

ગ્રાહકોને SBIની સલાહ:

રોકડની જરૂરિયાતો પૂરી કરવા માટે ATM/ADWMનો ઉપયોગ કરો.

ગ્રાહક સેવા કેન્દ્રો (CSPs)નો ઉપયોગ કરો.

ઇન્ટરનેટ બેંકિંગ, YONO, મોબાઇલ બેંકિંગ, UPI અને અન્ય ડિજિટલ ચેનલોનો ઉપયોગ કરો.

bank1

9 દિવસમાંથી માત્ર 2 દિવસ કામગીરી

2 દિવસની રજા અને 3 દિવસની હડતાળ પછી, ગુરુવાર, 1 ઓક્ટોબરના રોજ બેન્કિંગ કામગીરી ફરી શરૂ થશે. ત્યારબાદ, ગાંધી જયંતિ નિમિત્તે 2 ઓક્ટોબરના રોજ દેશભરની તમામ બેંકો બંધ રહેશે. બેન્કો શનિવાર 3 ઓક્ટોબરે ફરી ખુલશે, પરંતુ 4 ઓક્ટોબરે રવિવારને કારણે દેશભરમાં બેંક બંધ રહેશે. એટલે કે, 26 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર સુધીના 9 દિવસના ગાળામાં બેન્કો માત્ર બે દિવસ જ કાર્યરત રહેશે અને 7 દિવસ કામગીરી બંધ રહેશે.

Leave a Reply

error: Content is protected !!