fbpx

દિલ્હી બાદ લેફ્ટ-કોંગ્રેસના ગઢમાં ભગવો લહેરાયો, ABVPની જીત, SFIએ પણ રાજ્યની યુનિ.ઓમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું

Spread the love

દિલ્હી બાદ લેફ્ટ-કોંગ્રેસના ગઢમાં ભગવો લહેરાયો, ABVPની જીત, SFIએ પણ રાજ્યની યુનિ.ઓમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું

કેરળમાં તાજેતરમાં થયેલી યુનિવર્સિટી ચૂંટણીઓના પરિણામોમાં SFIએ રાજ્યની યુનિવર્સિટીઓમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે. CPI(M)ની વિદ્યાર્થી પાંખ ગણાતી SFIએ અલાપ્પુઝા જિલ્લામાં કેરળ યુનિવર્સિટી સાથે સંલગ્ન તમામ 18 કોલેજોમાં યુનિયન ચૂંટણી જીતી લીધી છે.  કેરળ યુનિવર્સિટી સાથે સંલગ્ન કુલ 71 કોલેજોમાંથી SFIએ 63 કોલેજોમાં જીત હાંસલ કરી, જ્યારે ABVPએ 1 અને KSUએ 7 કોલેજોમાં જીત હાંસલ કરી છે. બીજી તરફ, કન્નુર યુનિવર્સિટીની કુલ 77 કોલેજોમાંથી 54 કોલેજોમાં જીત હાંસલ કરી છે. ABVPએ 3 અને KSUએ 20 કોલેજોમાં જીત મેળવી છે.

SFI2

પોલિટેકનિક કોલેજોની વાત કરીએ તો, કુલ 55 કોલેજોમાંથી 45 કોલેજોમાં જીત મળી છે. આ ઉપરાંત, પોલિટેકનિક સ્કૂલોના કુલ 699 સ્કૂલોમાં SFIએ 604માં જીત હાંસલ કરી છે. MG યુનિવર્સિટી અને કાલીકટ યુનિવર્સિટીના પરિણામો હજુ જાહેર થયા નથી.

MG યુનિવર્સિટી સાથે સંલગ્ન સરકારી સંસ્કૃત કોલેજ ત્રિપુનિથુરામાં ABVPએ જીત મેળવી. સરકારી સંસ્કૃત કોલેજની યુનિયનનું સંચાલન ઘણા વર્ષોથી SFI દ્વારા કરવામાં આવતું હતું, પરંતુ આ વખતે ABVPએ તમામ 6 મહત્ત્વના હોદ્દાઓ જીતીને જબરદસ્ત વિજય મેળવ્યો છે. આ જીત તે વિસ્તારમાં થયેલા અન્ય એક રાજકીય પરિવર્તનની બરાબર બાદ મળી છે; તાજેતરમાં જ ભાજપે ત્રિપુનિથુરા નગરપાલિકાનું શાસન સંભાળ્યું છે અને સ્થાનિક સંસ્થામાં વામપંથી દળોના 45 વર્ષ લાંબા શાસનનો અંત આણ્યો છે. હવે ABVPએ કેમ્પસમાં પણ આવી જ મોટી સફળતા હાંસલ કરી છે જે ચાર દાયકાથી વધુ સમય સુધી ડાબેરીઓના નિયંત્રણ હેઠળ રહ્યું હતું.

ABVP1

તાજેતરમાં જ થયેલી દિલ્હી યુનિવર્સિટીની ચૂંટણીઓમાં ABVPએ 4માંથી ત્રણ બેઠકો પર જીત મેળવી હતી.તેમાં અધ્યક્ષ, સચિવ અને સંયુક્ત સચિવના પદો સામેલ હતા. ઉપાધ્યક્ષનું પદ પર અપક્ષ ઉમેદવારે જીત હાંસલ કરી. આ અગાઉ, ABVPએ પંજાબ યુનિવર્સિટીમાં પણ અધ્યક્ષ પદ પોતાના નામે કર્યું હતું.

Leave a Reply

error: Content is protected !!