fbpx

ગુજરાતમાં વર્ષમાં માત્ર 21 દિવસ જ વિધાનસભાનું કામકાજ થયું, 182 માંથી માત્ર 52 ધારાસભ્યોએ જ ચર્ચામાં ભાગ લીધો

Spread the love

ગુજરાતમાં વર્ષમાં માત્ર 21 દિવસ જ વિધાનસભાનું કામકાજ થયું, 182 માંથી માત્ર 52 ધારાસભ્યોએ જ ચર્ચામાં ભાગ લીધો

15મી ગુજરાત વિધાનસભાનું ત્રણ દિવસીય ચોમાસુ સત્ર 18 કલાક અને 32 મિનિટની કામગીરી સાથે સંપન્ન થયું છે. આ ટૂંકા સત્ર દરમિયાન 182 માંથી માત્ર 52 ધારાસભ્યોએ જ જુદી-જુદી ચર્ચામાં ભાગ લીધો હતો અને કુલ 7 સરકારી વિધેયક પસાર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ગૃહમાં 135 તારાંકિત પ્રશ્નો રજૂ થયા હતા જેમાંથી 29 પ્રશ્નો પર મૌખિક ચર્ચા થઈ શકી હતી, જ્યારે 152 અતારાંકિત પ્રશ્નોમાંથી 88 પ્રશ્નો મેજ પર મૂકાયા હતા અને વિવિધ સમિતિના પાંચ અહેવાલો પણ ગૃહ સમક્ષ રજૂ કરાયા હતા.

ડિસેમ્બર 2022 થી સપ્ટેમ્બર 2026 સુધીના સમયગાળા દરમિયાન ગુજરાત વિધાનસભાની બેઠકો માત્ર 106 દિવસ જ મળી છે, જે હિસાબે દર વર્ષે સરેરાશ 21 દિવસ જ કામગીરી થાય છે. વર્ષ દરમિયાન સૌથી વધુ વિધાનસભા બેઠકો યોજવામાં ગુજરાત દેશના ટોચના 15 રાજ્યોની યાદીમાં પણ સ્થાન મેળવી શક્યું નથી. ગુજરાતમાં ભાજપ પાસે બહુમતી છે એટલે ધારાસભ્યોને પણ જનતાના પ્રશ્નો રજૂ કરવામાં રસ નથી હોતો.

Political Analysis Repor

Leave a Reply

error: Content is protected !!