
Nothing Phone 4a સીરિઝ આ વર્ષની શરૂઆતમાં ગ્રાહકો માટે લોન્ચ કરવામાં આવી હતી. આ સીરિઝમાં આવનારા ત્રણેય ફોનની કિંમતો, RAM અને સ્ટોરેજ સંબંધિત કારણોસર વધારવામાં આવી હતી. હવે, કંપનીએ Nothing Phone 4a અને Nothing Phone 4b માટે નવા RAM વેરિયન્ટ્સ લોન્ચ કર્યા છે. અગાઉ, આ ફોન 8GB RAM અને 128GB સ્ટોરેજને બેઝ વેરિયન્ટમાં ઉપલબ્ધ હતા, પરંતુ હવે આ જ 6GB RAM અને 128GB સ્ટોરેજ વેરિયન્ટમાં પણ મળી જશે.

4a મોડેલના 6GB RAM અને 128GB સ્ટોરેજ વેરિયન્ટની કિંમત ₹39,999 છે. તો બીજી તરફ, Nothing Phone 4bના 6GB RAM અને 128GB સ્ટોરેજ વેરિયન્ટની કિંમત ₹35,999 છે. બંને સ્માર્ટફોન Flipkart પરથી ખરીદી શકાય છે. 4b મોડલ તમને 8GB RAM અને 128GB સ્ટોરેજ, 8GB RAM અને 256GB સ્ટોરેજ વેરિયન્ટમાં પણ મળી જશે અને આ બંને વેરિયન્ટની કિંમત અનુક્રમે ₹39,999 અને ₹40,999 છે. તો 4a વેરિયન્ટ તમને 8GB RAM અને 128GB સ્ટોરેજ, 8GB RAM અને 256GB સ્ટોરેજ અને 12GB RAM અને 256GB સ્ટોરેજ વેરિયન્ટ્સમાં મળી જશે.

Nothing Phone (4a)ની સ્પેશિફિકેશન
બંને ફોનના ફીચર્સમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. બંને ફોન ડ્યૂઅલ-SIM કનેક્ટિવિટીને સપોર્ટ કરે છે અને Android 16 પર આધારિત Nothing OS 4.1 પર કામ કરે છે. 4aમાં 6.78-ઇંચની AMOLED ડિસ્પ્લે, 120Hz સુધીની રિફ્રેશ રેટ, 4500 નિટ્સ સુધીની પીક બ્રાઇટનેસ, ગેમિંગ મોડમાં 2500Hz સુધીનો ટચ સેમ્પલિંગ રેટ અને Corning Gorilla Glass 7i નું પ્રોટેક્શન સાથે આવે છે. આ ફોનમાં શાનદાર 5400mAhની બેટરીથી સજ્જ છે અને તેમાં સ્પીડ તથા મલ્ટીટાસ્કિંગ માટે તેમાં Snapdragon 7s Gen 4 ઓક્ટા-કોર પ્રોસેસર મળે છે.

4B વેરિયન્ટમાં 6000mAhની શાનદાર બેટરી સાથે 6.7-ઇંચની Full HD+ Samsung Super AMOLED ડિસ્પ્લે છે, જે 120Hz સુધીના રિફ્રેશ રેટને સપોર્ટ કરશે. આ ઉપરાંત આ હેન્ડસેટમાં Snapdragon 6 Gen 4 ઓક્ટા-કોર પ્રોસેસર મળેછે.