
ઉર્વશી રૌતેલા ફરી એકવાર ચર્ચામાં છે. તેની ટીમે એક AI કંપની સામે કાનૂની કાર્યવાહીનો દાવો કર્યો છે. અહેવાલો અનુસાર, અભિનેત્રીની ઓળખ અને તસવીરોનો કથિત ઉપયોગ કરવા બદલ ટીમે કંપની પાસેથી રૂ.7,000 કરોડના વળતરની માંગ કરી છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)એ કન્ટેન્ટ નિર્માણ અને મનોરંજન ક્ષેત્રને ખૂબ સરળ બનાવ્યું છે, તો તેના દુરુપયોગ અંગે સતત ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ખાસ કરીને સેલિબ્રિટીઝની તસવીરો, વીડિયો અને અવાજના મંજૂરી વિના ઉપયોગ કરવાના કેસ સામે આવી રહ્યા છે. આ સંદર્ભમાં, અભિનેત્રી ઉર્વશી રૌતેલાની ટીમે લોસ એન્જલસની એક AI કંપની પર તેની પરવાનગી વિના તેની ઓળખ અને કન્ટેન્ટનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે.
ઉર્વશીની ટીમનું કહેવું છે કે કંપનીએ અભિનેત્રીનું નામ, તસવીરો અને વીડિયોનો ઉપયોગ અને હવે આ મામલે કાનૂની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ મામલે વળતરનો અંદાજ હાલમાં રૂ.7,000 કરોડ લગાવવામાં આવ્યો છે. જોકે, સાર્વજનિક નિવેદનમાં કંપનીનું નામ જાહેર કરવામાં આવ્યું નથી.

ઉર્વશીની ટીમે IANSને આપેલા એક નિવેદનમાં કહ્યું કે, તેમના વ્યવસાયે કથિત રીતે ઉર્વશીનું નામ, તસવીરો અને વીડિયોનો મંજૂરી વિના ઉપયોગ કરીને કથિત રીતે અબજો ડોલરની વેલ્યૂ હાંસલ કરી છે. અમે યોગ્ય કાનૂની માર્ગો અપનાવી રહ્યા છીએ, જેમાં લોસ એન્જલસ સ્થિત કંપની સામે રૂ.7,000 કરોડના વળતરનો દાવો પણ સામેલ છે. પોતાની AI કંપની બનાવો, પોતાની બ્રાન્ડ બનાવો, પરંતુ જ્યાં સુધી તમારી પાસે પરવાનગી ન હોય ત્યાં સુધી તમારા વ્યવસાયમાં ઉર્વશીના નામનો ઉપયોગ ન કરો.

ઉર્વશીના આ મામલે એવા સમયે સામે આવ્યો છે, જ્યારે ફિલ્મ અને મનોરંજન ઉદ્યોગમાં AI-જનરેટેડ ફેક વીડિયો, વોઈસ ક્લોનિંગ અને ડીપફેક કન્ટેન્ટ અંગે ચિંતાઓ વધી રહી છે. તાજેતરમાં, સલમાન ખાને પણ ‘બિગ બોસ 20’ના એક એપિસોડ દરમિયાન AIના દુરુપયોગ વિશે વાત કરી હતી. તેણે કહ્યું હતું કે કેવી રીતે AIનો ઉપયોગ કરીને કોઈ વ્યક્તિના અવાજ અને વીડિયોમાં ફેરફાર કરી શકાય છે, જેથી એવું લાગે કે તેણે કંઈક એવું કહ્યું કે કર્યું છે, જ્યારે હકીકતમાં ક્યારેય બન્યું જ નથી. કોઈ તમારા AI-જનરેટેડ અવાજનો ઉપયોગ કરીને, તેને ડબ કરીને, કોઈને ગાળો બોલી દીધી. તમે જાણો છો કે તેઓ શું કરી રહ્યા છે? ઘણા બધા લોકોના અને હું પણ AI વીડિયોમાં છું. AIની ઝડપથી વિકસતી ક્ષમતાઓ અંગે ચિંતા વ્યક્ત કરતા તેણે કહ્યું કે આ એક અત્યંત ગંભીર બાબત છે.