fbpx

એક જ પરિવારના 7 લોકોના જીવ લેનારો લગ્નમાં હાજરી આપવા જેલથી પાછો ગામમાં આવ્યો, પ્રેમિકાના કાકા-કાકી ગભરાયા

Spread the love

એક જ પરિવારના 7 લોકોના જીવ લેનારો લગ્નમાં હાજરી આપવા જેલથી પાછો ગામમાં આવ્યો, પ્રેમિકાના કાકા-કાકી ગભરાયા

ઉત્તર પ્રદેશના અમરોહા જિલ્લામાં આવેલા બાવનખેડી ગામમાં ફરી એક વખત ‘શબનમ હત્યાકાંડ’ની યાદો ફરી તાજી થઈ ગઈ છે. શબનમ સાથે મળીને તેના પરિવારના સાત સભ્યોની હત્યા કરવા બદલ દોષિત ઠરેલા સલીમને તેની સૌથી નાની બહેનના લગ્નમાં હાજરી આપવા માટે સાત દિવસના પેરોલ આપવામાં આવ્યા છે. સલીમ ગામમાં પહોંચવાના સમાચાર ફેલાતા જ તેના ઘરની બહાર લોકોની ભીડ એકઠી થવા લાગી. બાળકો, વૃદ્ધો અને યુવાનો સહિત તમામ ઉંમરના લોકો તેને જોવા અથવા તેની સાથે વાત કરવા માટે ઉત્સુક જણાતા હતા. આ ભીડ અને કુતૂહલની વચ્ચે ગામમાં રહેતા શબનમના કાકા અને કાકીની ચિંતાઓ સામે આવી છે. તેમનું કહેવું છે કે, જે મામલે 7 લોકોના જીવ જતા રહ્યા, તેના દોષિતો પ્રત્યે દાખવવામાં આવેલી ઉદારતા પર સવાલ ઉઠે છે. પેરોલ મળવા પર નારાજગી વ્યક્ત કરતા પીડિત પરિવારના સભ્યોએ એવી આશંકા પણ વ્યક્ત કરી છે કે કદાચ કંઈક અનિચ્છનીય ઘટના બની શકે છે.

સલીમના ઘરની બહાર સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે. ત્યાં લોકોની ભીડ જામી છે અને પોલીસકર્મી સતત નજર રાખી રહ્યા છે; ભીડમાં પોલીસ અધિકારીઓ વર્દીમાં તેમજ સાદા વેશમાં તૈનાત છે, અને મહિલા પોલીસકર્મીઓને પણ ત્યાં મૂકવામાં આવ્યા છે. ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર ખાસ દેખરેખ રાખવામાં આવી રહી છે અને અંદર જતા પહેલા પોલીસ સલીમના પરિવારજનો પાસેથી માહિતી લઇ રહી છે. પોલીસના કડક પહેરા હેઠળ હોવાથી કોઇને સલીમને મળવાની પરવાનગી આપવામાં આવી રહી નથી. સાત દિવસના આ પેરોલ દરમિયાન, સલીમ તેની સૌથી નાની બહેનના લગ્નમાં હાજરી આપશે. સલીમના ઘરની બહાર ભીડ જામી છે, જ્યારે ગામમાં શબનમના ઘરની આસપાસનો વિસ્તાર  સામાન્ય જોવા મળે છે. જો કે, તેના કાકા-કાકીના મનમાં ઊંડો ડર અને નારાજગી હજુ પણ જોવા મળી રહી છે.

shabnam2

શબનમની કાકી ફાતમાએ સલીમને પેરોલ મળવા અંગે નારાજગી વ્યક્ત કરી છે. તેણે કહ્યું કે તેને સલીમના ગામમાં આવવાની જાણ હતી, પરંતુ તે શું કરશે તેની ખબર નથી. પોલીસ ત્યાં હાજર છે, અને તેમનું ઘર સલીમના ઘરથી ખૂબ દૂર છે. એટલે ત્યાંની ગતિવિધિઓ બાબતે જાણતી નથી. ફાતમાએ કહ્યું કે આ ઘટના અત્યંત મોટી હતી. પરિવારના સાત સભ્યોની હત્યા કરી દેવામાં આવી હતી. તેનો સવાલ છે કે જો ગુનેગારોને ફાંસીની સજા ફટકારવામાં આવી છે, તો અત્યાસ સુધી તેનો અમલ કેમ કરવામાં આવ્યો નથી? તેણે આશંકા વ્યક્ત કરી કે જો આજે સલીમને પેરોલ મળી શકે છે, તો કાલે શબનમને પણ આવી જ રાહત મળી શકે છે. જ્યાં સુધી આ બંનેને તેમની સજા નહીં મળે, ત્યાં સુધી પરિવારનું દુઃખ ઓછું નહીં થાય. તેના મતે, ગામના કેટલાક લોકો સલીમને જોવા માટે ઉત્સુક હોઈ શકે છે, પરંતુ પીડિત પરિવાર માટે આ બાબત જૂના જખમોને ફરી તાજા કરવા સમાન છે. ફાતમાએ કહ્યું કે તેમને થોડો ભય લાગી રહ્યો છે, જોકે તે અલ્લાહનો આભાર પણ માને છે.

શબનમના કાકા સત્તારે પણ સલીમને પેરોલ આપવાના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા. તેણે જણાવ્યું કે ગામનું વાતાવરણ તેમના પરિવાર માટે જરાય અનુકૂળ નથી અને તેનો પરિવાર ગામમાં એકલતા અનુભવી રહ્યો છે. સત્તારે કહ્યું કે જ્યારે ગુનેગારોને મૃત્યુદંડની સજા સંભળાવવામાં આવી છે, ત્યારે તેનો અમલ જલદી થઇ જવો જોઈતો હતો; આટલો વિલંબ કેમ થઇ રહ્યો છે. સલીમને પેરોલ મળ્યા બાદ તેને આશંકા છે કે કેટલાક લોકોને પ્રભાવિત કરી શકાય છે. તેણે વધુમાં કહ્યું કે જો આજે સલીમને પેરોલ મળી છે, તો શબનમને પણ આવી જ રાહત મળી શકે છે. તેણે ભારપૂર્વક કહ્યું કે જેમણે પોતાના પરિવારના સભ્યો ગુમાવ્યા છે તેમનું દુઃખ અલગ છે, અને ગુનેગારોને આપવામાં આવતી રાહત તેમને પરેશાન કરે છે.

shabnam2

ગામમાં સલીમના પહોંતવાના સમાચારની અસર સ્થાનિક પ્રાથમિક શાળા પર પણ જોવા મળી. મરિયમ નામની એક શિક્ષિકાએ જણાવ્યું કે તે દિવસે શાળામાં વિદ્યાર્થીઓની હાજરી સામાન્ય દિવસો કરતા ઓછી હતી. તેમણે સંભાવના વ્યક્ત કરી કે કદાચ કેટલાક બાળકો સલીમને જોવા માટે ગયા હશે. મરિયમના જણાવ્યા અનુસાર, બપોરના ભોજન પછી મોટાભાગના બાળકો શાળામાં ગેરહાજર હતા. આ દર્શાવે છે કે સલીમના ગામમાં પાછા ફરવાના સમાચાર માત્ર તેના પોતાના ઘર પૂરતા સીમિત ન રહેતા, સમગ્ર ગામમાં ચર્ચાનો વિષય બની ગયા હતા. ઘણા લોકો તેને જોવા માટે ઉત્સુક છે, જ્યારે પીડિત પરિવાર હજુ પણ ભય અને રોષમાં છે.

બાવનખેડીનો મામલો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે, કારણ કે સાત લોકોની હત્યા માટે દોષિત ઠરેલા સલીમને તેની બહેનના લગ્નમાં હાજરી આપવા માટે સાત દિવસના પેરોલ આપવામાં આવ્યા છે. તેના ઘરની બહાર લોકોની ભીડ અને પોલીસ બંદોબસ્તે આ ઘટનાક્રમને ફરી ચર્ચામાં લાવી દીધો છે. બીજી તરફ, શબનમના કાકા અને કાકીની નારાજગી દર્શાવે છે કે આ હત્યાકાંડથી પીડિત પરિવારની વેદના હજુ ઓછી થઈ નથી. તેઓ દોષિતોને મળેલી આ રાહત પર સવાલો ઉઠાવી રહ્યા છે અને કોઈ અનિચ્છનીય ઘટના બનવાની આશંકા વ્યક્ત કરી રહ્યા છે. હાલ પૂરતું, સલીમ પોલીસની દેખરેખ હેઠળ તેની બહેનના લગ્નમાં હાજરી આપશે. ગ્રામમાં લોકો તેને જોવા માટે એકઠા થઈ રહ્યા છે, પરંતુ પીડિત પરિવાર માટે આ પ્રસંગ. જૂની પીડા અને ભયને ફરી તાજા કરી દીધા છે.

Leave a Reply

error: Content is protected !!