fbpx

પ્રાંતિજના બોભા પી.એમ.શ્રી પ્રાથમિક શાળાના ઉપશિક્ષક લાભુભાઈ દેસાઈનો નિવૃત્તિ સત્કાર સમારંભ યોજાયો

Spread the love

પ્રાંતિજના બોભા પી.એમ.શ્રી પ્રાથમિક શાળાના ઉપશિક્ષક લાભુભાઈ દેસાઈનો નિવૃત્તિ સત્કાર સમારંભ યોજાયો

  • શાળા પરિવાર દ્વારા લાભુભાઈ દેસાઈ અને તેમનાં ધર્મપત્ની કુંવરબેન દેસાઈનું સન્માન કરાયું
  • શિક્ષણ ક્ષેત્રે આપેલી સેવાઓને બિરદાવી નિવૃત્ત જીવન માટે શુભેચ્છાઓ પાઠવાઈ


સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના બોભા ગામે આવેલી પી.એમ.શ્રી બોભા પ્રાથમિક શાળામાં ઉપશિક્ષક તરીકે ફરજ બજાવતા લાભુભાઈ અરજણભાઈ દેસાઈ વયમર્યાદાના કારણે નિવૃત્ત થતાં તા. ૨૪ ઓક્ટોબરના રોજ શાળાના ઉપાસના ખંડમાં શાળા પરિવાર દ્વારા તેમનો સત્કાર સમારંભ યોજવામાં આવ્યો હતો. શાળાનાં આચાર્યા સજ્જનબા ચૌહાણની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં શિક્ષણ જગતના અગ્રણીઓ, શાળાના સ્ટાફ મિત્રો તથા એસ.એમ.સી. સમિતિના હોદ્દેદારો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે ડી.કે. રાઠોડ, પ્રાથમિક શિક્ષક સંઘના મંત્રી હસમુખભાઈ પટેલ, જસવંતકુમાર પટેલ સહિત ઉપસ્થિત મહાનુભાવોએ નિવૃત્ત થતા શિક્ષક લાભુભાઈ દેસાઈની શૈક્ષણિક સેવાઓને યાદ કરી હતી. શાળામાં તેમની નિયમિતતા, બાળકો પ્રત્યેનો પ્રેમ અને લગાવ, શાળા પરિવાર સાથેનો સુમેળ તેમજ શાળાના વિકાસ માટે ગામના આગેવાનો સાથે સતત સંપર્ક અને સહયોગ જેવા ઉમદા ગુણોની પ્રશંસા કરવામાં આવી હતી લાભુભાઈ દેસાઈએ પોતાની ફરજ દરમિયાન શિક્ષણ અને બાળકોના ઘડતરમાં આપેલા યોગદાનને બિરદાવતાં ઉપસ્થિત મહાનુભાવોએ તેમના નિવૃત્ત જીવન માટે શુભેચ્છાઓ પાઠવી હતી. નિવૃત્તિ બાદનું જીવન સ્વસ્થ, સુખમય અને ભક્તિમય રહે તેમજ સેવાકીય પ્રવૃત્તિઓથી સતત ધબકતું રહે તેવી શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી હતી સમારંભ દરમિયાન લાભુભાઈ દેસાઈ અને તેમનાં ધર્મપત્ની શ્રીમતી કુંવરબેન દેસાઈનું શાલ ઓઢાડીને, સન્માનપત્ર અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના શિક્ષકગણ અને પરિવારજનો સાથેના પોતાના સંસ્મરણો વાગોળતાં લાભુભાઈ દેસાઈ ભાવુક બની ગયા હતા. તેમણે બાળકો, આચાર્યા સજ્જનબા ચૌહાણ, શાળાના સ્ટાફ અને સમગ્ર શાળા પરિવાર તરફથી મળેલા પ્રેમ, સહકાર અને લાગણી બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો કાર્યક્રમ દરમિયાન નિવૃત્ત થતા શિક્ષક લાભુભાઈ દેસાઈ તરફથી તિથિ ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. શાળાનાં શિક્ષિકા પન્નાબેન દેસાઈએ સન્માનપત્રનું વાંચન કર્યું હતું, જ્યારે સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન પરેશભાઈ પારઘીએ કર્યું હતું. અંતે શાળા પરિવાર વતી આચાર્યા સજ્જનબા ચૌહાણે આભારવિધિ કરી હતીઆમ, બોભા પી.એમ.શ્રી પ્રાથમિક શાળાના શિક્ષક તરીકે લાંબા સમય સુધી સેવાઓ આપનાર લાભુભાઈ દેસાઈના નિવૃત્તિ સત્કાર સમારંભમાં શિક્ષણ પ્રત્યેની તેમની નિષ્ઠા અને શાળા પરિવાર સાથેના આત્મીય સંબંધોની ભાવસભર યાદો તાજી થઈ હતી

જીલ રાવલ સાબરકાંઠા

Leave a Reply

error: Content is protected !!