fbpx

200 કરોડના ખંડણી કેસમાં નોરા ફતેહી કોર્ટ ન આવી, કોર્ટે ખખડાવતા કહ્યું- ‘કોર્ટને મજાકમાં ન લો…’

Spread the love

200 કરોડના ખંડણી કેસમાં નોરા ફતેહી કોર્ટ ન આવી, કોર્ટે ખખડાવતા કહ્યું- 'કોર્ટને મજાકમાં ન લો...'

દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે રૂ. 200 કરોડના ખંડણી કેસમાં બોલિવૂડ અભિનેત્રી નોરા ફતેહીને નવું સમન્સ મોકલી આપ્યું છે. કોર્ટે તેમને 6 નવેમ્બરે હાજર થવા અને તેનું નિવેદન નોંધાવવાનો નિર્દેશ આપ્યો છે. આ કેસ કથિત છેતરપિંડી કરનાર સુકેશ ચંદ્રશેખરની સાથે જોડાયેલો છે.

સોમવારે સુનાવણી દરમિયાન, દિલ્હી પોલીસે કોર્ટને જાણ કરી કે નોરા ફતેહીને સમન્સ મોકલવામાં આવ્યું હતું પરંતુ તેની હાજરી અંગે કોઈ માહિતી નથી. આ દરમિયાન, અભિનેત્રીના વકીલે વ્યક્તિગત હાજરીમાંથી મુક્તિ મેળવવા માટે અરજી દાખલ કરી હતી.

Nora Fatehi

આના પર કોર્ટે વકીલને ઠપકો આપતા કહ્યું કે, નોરા આ કેસમાં સાક્ષી છે અને તેને હાજર રહેવું જોઈતું હતું. નારાજગી વ્યક્ત કરતા કોર્ટે ટિપ્પણી કરી, ‘તેનું વર્તન યોગ્ય નથી. કોર્ટને હળવાશથી ન લો.’ આ પછી, કોર્ટે તેને ફરીથી સમન્સ પાઠવ્યા અને 6 નવેમ્બરે હાજર રહેવાનો આદેશ આપ્યો.

આ કેસમાં સુકેશ ચંદ્રશેખર જ્યારે દિલ્હીની રોહિણી જેલમાં હતા ત્યારે તેમની સામે છેતરપિંડી અને ખંડણીના આરોપો છે. એવો આરોપ છે કે સુકેશે 2020-21 દરમિયાન એક વરિષ્ઠ સરકારી અધિકારી તરીકે ઓળખાણ આપીને અદિતિ સિંહ પાસેથી આશરે રૂ. 200 કરોડની ખંડણી માંગી હતી. અદિતિ સિંહ રેનબેક્સીના ભૂતપૂર્વ પ્રમોટર શિવિન્દર મોહન સિંહની પત્ની છે.

એવો આરોપ છે કે, સુકેશે તેના પતિને જેલમાંથી બહાર કાઢવાનું વચન આપીને તેની પાસેથી પૈસા પડાવ્યા હતા. આ કેસની તપાસ દિલ્હી પોલીસની આર્થિક ગુના શાખા (EOW) દ્વારા કરવામાં આવી રહી છે. પોલીસે મહારાષ્ટ્ર સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ (MCOCA) હેઠળ ચાર્જશીટ પણ દાખલ કરી છે.

Nora Fatehi

તપાસ દરમિયાન, નોરા ફતેહીને સુકેશ ચંદ્રશેખર અને તેની પત્ની લીના મારિયા પોલ સાથેના તેના કથિત સંબંધો વિશે પૂછપરછ કરવામાં આવી હતી. અભિનેત્રીએ તપાસકર્તાઓને જણાવ્યું હતું કે, સુકેશ સાથેનો તેનો સંપર્ક તેની પત્ની દ્વારા થયો હતો.

ડિસેમ્બર 2020માં ચેન્નાઈમાં આયોજિત એક કાર્યક્રમમાં હાજરી આપવા અંગે પણ તેમની પૂછપરછ કરવામાં આવી હતી. ફોજદારી કાર્યવાહી સંહિતા (CrPC)ની કલમ 164 હેઠળ તેમનું નિવેદન નોંધવામાં આવ્યું હતું. ત્યાર પછી આ કેસમાં પૂરક ચાર્જશીટમાં તેમને ફરિયાદ પક્ષના સાક્ષી તરીકે નામ આપવામાં આવ્યું હતું.

કોર્ટે હવે તેમનું નિવેદન નોંધવા માટે 6 નવેમ્બરની તારીખ નક્કી કરવામાં આવી છે.

Leave a Reply

error: Content is protected !!