fbpx

તુકારામ મુંઢે તેમના બાળકોને IAS ઓફિસર નથી બનાવવા માંગતા; જણાવ્યું કારણ

Spread the love

તુકારામ મુંઢે તેમના બાળકોને IAS ઓફિસર નથી બનાવવા માંગતા; જણાવ્યું કારણ

મહારાષ્ટ્રના હોશિયાર અને પ્રામાણિક IAS ઓફિસર, તુકારામ મુંઢે, જેમણે 21 વર્ષની સિવિલ સર્વિસ કારકિર્દીમાં 25 વખત ટ્રાન્સફરનો સામનો કર્યો છે, તેઓ FDA કમિશનર તરીકે ખ્યાતિના શિખર પર બિરાજમાન છે. આવામાં જ્યારે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે તેમની પ્રતિષ્ઠાની ચર્ચા થઈ રહી છે, ત્યારે તેમણે એક આશ્ચર્યજનક નિવેદન આપ્યું. પિંપરી-ચિંચવડમાં આયોજિત ગ્લોબલ મરાઠા બિઝનેસ એક્સ્પોમાં, એક પ્રશ્નમાં તેમને પૂછવામાં આવ્યું કે જો તેમના બાળકોને IAS ઓફિસર બનવા કે ઉદ્યોગસાહસિક બનવા વચ્ચે પસંદગી કરવા માટે સલાહ માંગવામાં આવે તો તેઓ શું કહેશે. મુંઢેએ જવાબ આપ્યો કે તેઓ તેમને જનનેતા બનવાની સલાહ આપશે.

IAS Tukaram Mundhe

મહારાષ્ટ્રના અત્યંત પ્રામાણિક અને કડક IAS ઓફિસર, તુકારામ મુંઢે, હાલમાં મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનના કમિશનર છે. તેમને તાજેતરમાં અમેરિકન અખબાર, ધ ન્યૂ યોર્ક ટાઇમ્સના પહેલા પાના પર દર્શાવવામાં આવ્યા હતા. ધ ન્યૂ યોર્ક ટાઇમ્સે તુકારામ મુંઢેને રોકસ્ટાર અને ‘ફૂડ સેફ્ટી સેલિબ્રિટી’ તરીકે વર્ણવ્યા હતા. હેડલાઇનમાં લખ્યું હતું, ‘ભારતમાં ફૂડ સેફ્ટી ઇન્સ્પેક્ટર એક રોકસ્ટાર છે.’ અહેવાલમાં જણાવાયું હતું કે, ખાવાનું ખાનારા ગ્રાહકો તેમનો આદર કરે છે અને માલિકો તેમનાથી ડરે છે.

તુકરામ મુંઢેએ સમાજનો ભાગ બનવા અને તેના વિકાસમાં યોગદાન આપવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. મુંઢેએ એ પણ સ્પષ્ટ કર્યું હતું કે તેમના બાળકોએ પોતાની કારકિર્દી જાતે નક્કી કરવી જોઈએ. તેઓ કયા ક્ષેત્રને પસંદ કરે છે અને તેઓ કેવા પ્રકારનું નેતૃત્વ કરવા માંગે છે તે તેમની વ્યક્તિગત પસંદગી હોવી જોઈએ. જોકે, જો તેઓ તેમને સીધા પૂછે કે શું તેમણે IAS અધિકારી બનવું જોઈએ, તો તેમનો જવાબ ‘ના’ હશે. તુકારામ મુંઢેને એક પુત્રી અને એક પુત્ર છે. તેમની પુત્રીનું નામ અગશ્ય મુંઢે છે અને તેમની પુત્રીનું નામ આશાના મુંઢે છે. મહારાષ્ટ્રમાં FDA વડા બન્યા પછી, તુકારામ મુંઢેએ ભેળસેળ કરનારાઓ સામે એક મોટી ઝુંબેશ શરૂ કરી છે. આનાથી તેઓ રાતોરાત સેલિબ્રિટી બની ગયા છે.

IAS Tukaram Mundhe

તુકારામ મુંડે એક જનતાના એવા સેવક છે, કે જે કડક શિસ્તને ખૂબ મહત્વ આપે છે. એવું માનવામાં આવે છે કે આ એક એવો ગુણ છે જેને સ્વીકારવામાં અન્ય લોકો ઘણીવાર મુશ્કેલી અનુભવે છે. આ જ કારણ છે કે તેમની કારકિર્દી દરમિયાન તેમની ઘણી વખત બદલી કરવામાં આવી છે. તુકારામ મુંડેએ ઘણીવાર આ વારંવારની બદલીઓથી તેમના બાળકો પર થતી અસર વિશે વાત કરી છે. તેમણે એમ પણ કહ્યું હતું કે વારંવાર સ્થળાંતરને કારણે તેમના પોતાના બાળકો ક્યારેય મિત્રો બનાવી શક્યા નથી.

Leave a Reply

error: Content is protected !!