fbpx

ક્રિકેટમાં એક યુગનો અંત… ધોનીએ IPLમાંથી લીધી નિવૃત્તિ! લોકો બોલ્યા- ‘હવે IPLનો કોઇ અર્થ નથી..’

Spread the love

ક્રિકેટમાં એક યુગનો અંત... ધોનીએ IPLમાંથી લીધી નિવૃત્તિ! લોકો બોલ્યા- ‘હવે IPLનો કોઇ અર્થ નથી..’

પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ બેટ્સમેન એમ.એસ. ધોનીએ IPLમાંથી નિવૃત્તિ લઇ લીધી છે. તે હવે ચેન્નાઈ સુપર કિંગ્સનો મેન્ટોર બની ગયો છે. ચેન્નાઈ સુપર કિંગ્સે સોશિયલ મીડિયા પર ધોનીની IPLમાંથી નિવૃત્તિની માહિતી આપી છે. આજે (મંગળવારે), IPLની બધી ટીમોને પોત-પોતાની રીલિઝ અને રિટેન ખેલાડીઓની યાદી જાહેર કરવાની હતી. ચેન્નઇએ રીટેન્શન લિસ્ટ જાહર કરતા પહેલા ધોનીની નિવૃત્તિ લેવા અને ટીમના મેન્ટોર બનવાની જાહેરાત કરીને ફેન્સને ચોંકાવી દીધા.

56

ધોનીએ IPL 2026માં એક પણ મેચ રમી નહોતી, પરંતુ તે ટીમ સાથે મેદાનમાં જતો હતો, અને ફેન્સ તેને જોવા માટે હજારોની સંખ્યામાં સ્ટેડિયમમાં ઉમટી પડતા હતા.

જોકે, માહીએ આખી પાછલી સીઝન દરમિયાન એક પણ મેચ રમી નહોતી. હવે, તેણે ફેરલેવ મેચ વિના IPLમાંથી નિવૃત્તિ લીધી છે, પરંતુ તે ચેન્નાઈ છોડી નથી. IPL 2027માં તે મેન્ટોરની ભૂમિકામાં જોવા મળશે.

ધોનીએ મંગળવાર, 17 નવેમ્બરના રોજ, લાંબા સમયથી ચાલી રહેલી અટકળોનો અંત લાવી દીધો. મંગળવારે તેણે IPLમાંથી નિવૃત્તિ લઇ લીધી. આ પ્રકારે તેની 18 વર્ષની કારકિર્દીનો સમાપ્ત થઇ ગઇ. ધોની  પગની ઘૂંટીની ઇજાને કારણે IPL 2026માં રમ્યો નહોતો.

ધોનીની કેપ્ટનશીપ હેઠળ ચેન્નાઈ સુપર કિંગ્સે પાંચ IPL ટાઇટલ જીત્યા. માહીએ 2023માં કેપ્ટન તરીકે તેની છેલ્લી ટ્રોફી જીતી હતી. ત્યારબાદ, તેણે રુતુરાજ ગાયકવાડને કેપ્ટનશીપ સોંપી. ધોની હંમેશાં ચેન્નાઈ સાથે રહ્યો છે. જ્યારે ચેન્નાઈ પર બે વર્ષ માટે IPLમાંથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, ત્યારે તે રાઇઝિંગ પુણે સુપરજાયન્ટ્સ માટે રમ્યો હતો.

54
https://x.com/MBrickchiawas/status/2122639699592585701?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2122639699592585701%7Ctwgr%5E860136b7722998003887a52e4eea035d400f0fe0%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.khabarchhe.com%2Fsports%2Fms-dhoni-retires-from-ipl-becomes-chennai-super-kings-mentor%2Farticle-180740

સોશિયલ મીડિયા પર આ સમાચાર આવતાની સાથે જ માહી X પર ટ્રેન્ડ થવા લાગ્યો. ધોનીના ફેન્સ ભાવુક થઈ ગયા અને તેમને પોતાની રીતે ટ્રિબ્યૂટ આપવા લાગ્યા. લકી શર્મા X પર લખે છે કે- વિદાયની કલ્પના કરવી પણ ખૂબ જ દર્દનાક છે. દરેક વસ્તુ માટે આભાર, એમ.એસ. ધોની.

મનોજ નામના યુઝરે લખ્યું કે મેદાન પર એ શાંત ચિત્ત અને છેલ્લા બોલ સુધી મેચને પલટી દેવાની ક્ષમતા… માહી ભાઈ, ક્રિકેટનો જાદુ તમારા વિના અધૂરો લાગશે. એક યાદગાર યુગને અલવિદા અને અસંખ્ય સોનેરી યાદો માટે હૃદયપૂર્વક આભાર, કેપ્ટન કૂલ એમએસ ધોની. શું તમને પણ ઇન્ડિયન પ્રીમિયર લીગ અધૂરી લાગશે? દિનું નામના યુઝરે લખ્યું કે, સત્તાવાર રીતે IPL સમાપ્ત.

Leave a Reply

error: Content is protected !!