fbpx

SMCના કર્મચારીને લાફો ખાધા બાદ ભાન આવ્યું? પોલીસ સ્ટેશનમાં અધિકારીએ માફી માંગી

Spread the love

SMCના કર્મચારીને લાફો ખાધા બાદ ભાન આવ્યું? પોલીસ સ્ટેશનમાં અધિકારીએ માફી માંગી

છેલ્લા 3 દિવસથી સુરત મહાનગરપાલિકા અને પોલીસ તંત્રમાં ચર્ચાનો વિષય બનેલા ‘લાફા કાંડ’ના રહસ્ય પરથી આખરે પડદો ઉંચકાયો છે. વેસુ VIP રોડ પર ફેરિયા સાથેના વિવાદમાં જાહેરમાં બે લાફા ખાનાર શખ્સની ઓળખ થઈ ગઈ છે. પાલિકાના ઉચ્ચ અધિકારીઓ જેને ઓળખવાનો ઇનકાર કરી રહ્યા હતા, તે શખ્સ સુરત મનપાના હાઇડ્રોલિક વિભાગમાં ફરજ બજાવતો દિલીપ સવજીભાઈ કુકડીયા હોવાનું સામે આવ્યું છે. જોકે, આ સમગ્ર વિવાદમાં 3 દિવસ બાદ અચાનક જ વેસુ પોલીસ સ્ટેશનમાં બંને પક્ષો વચ્ચે સમાધાન થઈ ગયું છે.

વેસુ VIP રોડ પર ફેરિયાવાળી મહિલા અને એક કથિત અધિકારી વચ્ચે વિવાદ થયો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. હવે અધિકારીની ઓળખ સુરત મહાનગરપાલિકાના હાઇડ્રોલિક વિભાગમાં ફરજ બજાવતા દિલીપ કુકડીયા તરીકે થઇ છે. ન્યૂઝ18 ગુજરાતીના અહેવાલ મુજબ, રસ્તા પર પૈસાની લેતીદેતી બાબતે શરૂ થયેલો વિવાદ એટલો વકર્યો હતો કે જાહેર પબ્લિકમાંથી કોઈએ અધિકારીને જાહેરમાં લાફા માર્યા હતા.

78

વેસુના VIP રોડ પર ફેરિયાવાળી મહિલા અને દિલીપ કુકડીયા વચ્ચે પૈસાની લેતી-દેતી મામલે વિવાદ થઈ ગયો હતો. આ દરમિયાન મહિલાએ અધિકારી સામે પૈસા માંગતા હોવાનો તેમજ દારૂના નશામાં હોવાનો આક્ષેપ કર્યો હતો. બંને વચ્ચેની ઉગ્ર બોલાચાલી દરમિયાન જાહેર પબ્લિકે અધિકારીને લાફા માર્યા હતા. જોકે, લાફા ખાધા બાદ પણ અધિકારીએ કોઈ ખાસ વિરોધ કર્યો નહોતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા મામલો ચર્ચાનો વિષય બન્યો હતો.

વીડિયો વાયરલ થયા બાદ અધિકારીની ઓળખ અંગે પણ સવાલો ઊભા થયા હતા. આખરે તેઓ હાઇડ્રોલિક વિભાગમાં ફરજ બજાવતા દિલીપ કુકડીયા હોવાનું સામે આવ્યું હતું. આ મામલે વેસુ પોલીસ દ્વારા બંને પક્ષકારોને પોલીસ સ્ટેશન બોલાવી તેમના નિવેદનો નોંધવામાં આવ્યા હતા.

82

પોલીસ સ્ટેશનમાં થયેલી વાતચીત દરમિયાન અધિકારીએ માફી માંગી હતી. ત્યારબાદ ફેરિયાવાળી મહિલા અને અધિકારી વચ્ચે બંનેની પોતાની મરજીથી સમાધાન થઈ ગયું હતું. બંને પક્ષે કોઈ ફરિયાદ નોંધાવવાની ઇચ્છા વ્યક્ત ન કરતા આ મામલે પોલીસ ફરિયાદ કે આગળની કાયદેસરની કાર્યવાહી થઈ નહોતી.

દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, વિવાદના દિવસે કોઈ રાહદારીએ 112 પર ફોન કરતા ઉમરા PCR-35ના ઇન્ચાર્જ ASI હસમુખભાઈ બંને પક્ષોને વેસુ પોલીસ સ્ટેશન લઈ આવ્યા હતા. પોલીસ મથકમાં દિલીપ કુકડીયાએ પોતાની ભૂલ સ્વીકારીને મહિલા ફેરિયા કાજલબેનની માફી માંગી હતી. એવામાં, બંને પક્ષોએ અંદરોઅંદર સમાધાન કરી લીધું હતું અને આગળ કોઈ પોલીસ ફરિયાદ કે કાયદેસરની કાર્યવાહી ન કરવાનું નિવેદન લખાવતા પોલીસે સ્ટેશન ડાયરીમાં નોંધ કરીને મામલો થાળે પાડ્યો હતો.

Leave a Reply

error: Content is protected !!